- મુંબઈમાં રન-વેના કામને લીધે શિડ્યૂલ ખોરવાયું
રાજકોટ: રાજકોટથી મુંબઈ દરરોજ સાંજે 5 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઈટનું નિયમિત સંચાલન થાય છે, પરંતુ મુંબઈમાં દોઢેક મહિના સુધી રન-વેનું મેન્ટેનન્સ કામ ચાલવાનું હોય રાજકોટ-મુંબઈ સાંજની ફ્લાઈટને અસર થઇ છે. આગામી તારીખ 31 માર્ચ 2019 સુધી રાજકોટથી દરરોજ સાંજે 5 કલાકે મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ મંગળવારે, ગુરુવારે અને શનિવારે ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.
ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે રદ કરવામાં આવી
1.મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વેનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હોય મુંબઈથી જુદી જુદી ફ્રિકવન્સી પર ઉડતી અનેક ફ્લાઈટને અસર થઇ છે. મુંબઈ એરપોર્ટ પર દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે એમ ત્રણ દિવસ સુધી સવારે 11થી સાંજે 5 કલાક સુધી આગામી 31 માર્ચ સુધી મેન્ટેનન્સ કામગીરી ચાલશે જેના પગલે અઠવાડિયામાં ત્રણ દિવસ મુંબઈ એરપોર્ટ પરથી કોઈ ફ્લાઈટ ઉડી નહીં શકે કે લેન્ડિંગ નહીં કરી શકે. જેના કારણે મુંબઈથી 4 કલાકે રાજકોટ આવવા માટે ટેકઓફ થતી એર ઇન્ડિયાની ફ્લાઈટ આગામી 31 માર્ચ સુધી મુંબઈથી ટેકઓફ નહીં થઇ શકે. આથી રાજકોટથી પણ આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે રદ કરવામાં આવી છે. રન-વેની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી આ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.