ઓક્સફર્ડ રિપોર્ટ/ લોજિસ્ટિક, કનેક્ટિવિટી, સ્માર્ટ સિટીના પ્રોજેક્ટે રાજકોટના વિકાસને ચમકાવ્યો ને’ અપાવ્યો નં.7

DivyaBhaskar.com

Dec 08, 2018, 02:31 AM IST
શહેરના મહિલા ચોકમાં લાઈટીંગ સમયની તસવીર
શહેરના મહિલા ચોકમાં લાઈટીંગ સમયની તસવીર

*વિશ્વના વિકાસશીલ દેશોની સાથે સ્પર્ધા કરવા રાજકોટની દોડ, 2035 સુધી 8.33 ટકાના દરે થશે ગ્રોથ

રાજકોટ: સૌથી વધુ ગ્રોથ ધરાવતા વિકસતા શહેરમાં રાજકોટ 7મા ક્રમ પર આવ્યું છે. શહેરનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 8.33 ટકા રહેવાની શકયતા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ ઇકોનોમિકસ ગ્લોબલ સિટીઝના પેરા મીટર જોઇએ તો રાજકોટમાં નવા આકાર લઇ રહેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટના કારણે લોજિસ્ટિક અને કનેક્ટિવિટીમાં અમદાવાદ જેવા મેટ્રો શહેરને પણ પાછળ છોડ્યું છે. તેના કારણે રાજકોટમાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વધશે.

આ ઉપરાંત સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટમાં 2600 કરોડનું રોકાણ થનારું છે જેનાથી આસપાસના વિસ્તારનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. રાજકોટમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઇ ઉદ્યોગો, જ્વેલરી ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, જેતપુરનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટ જેટગતિએ વિકાસ કરી રહ્યું છે.

દર વર્ષે 4000 જેટલા પ્લાન પાસ થાય છે


સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં જેટગતિએ વિકાસ થયો છે. દર વર્ષે 4000થી વધુ બિલ્ડિંગ પ્લાન પાસ થઇ રહ્યા છે જેમાં તમામ પ્રકારના રહેણાક, લો રાઇઝ, હાઇરાઇઝ સહિતના પ્લાનો હોય છે. આ ઉપરાંત રાજકોટમાં મેડિકલ ફેસીલિટી પણ ખુબ જ સારી છે અને શિક્ષણના હબ તરીકે પણ રાજકોટ ઓળખાય છે. જેના કારણે સૌરાષ્ટ્રભરમાંથી માઇગ્રેટ થઇ લોકો રાજકોટ સેટ થવા આવે છે. મનસુખભાઇ સાગઠિયા, ટાઉન પ્લાનર

રાજકોટમાં બાંધકામમાં કોઇ અસર નહીં

દેશમાં બાંધકામ ઉદ્યોગમાં મંદી છે પરંતુ રાજકોટમાં માઇગ્રેટ થઇને આવતા લોકોનો ભારે ધસારો છે આથી હજુ સુધી રાજકોટમાં કન્સ્ટ્રકશન ઉદ્યોગમાં મંદીની કોઇ અસર નથીઅને તેના કારણે રાજકોટનો ગ્રોથ આગામી દિવસોમાં ચાલુ રહેશે. જેનિસ અજમેરા, બિલ્ડર

રાજકોટમાં 5 વર્ષમાં 50 થી વધુ ઉદ્યોગો આવ્યા

રાજકોટ એ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગનું હબ ગણાઈ રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈન્વેસમેન્ટ પાવર વધતા 5 વરસમાં 50 થી વધુ ઉદ્યોગો આવી ગયા છે. રાજકોટમાં પહેલા માત્ર ડીઝલ-એન્જિન કે ઓઇલ એન્જિન એવા જ ઉદ્યોગો હતા.જેના બદલે હવે ઘડિયાળના કેસ બનાવવા,ઈમિટેશન જ્વેલરી,પ્લાસ્ટિક,કિચન વેર,કોટન ઈન્ડસ્ટ્રીઝ સહિત 50 થી વધુ નવા ઉદ્યોગો આવ્યા છે જેને કારણે લોકોને મળતી રોજગારીમાં પણ વધારો થયો છે.લોકોને રોજગારી મળતા તેની ખરીદ શકિતમાં પણ વધારો થયો છે.આ નાણાં ઈન્ફ્રાસ્ટ્રકચર,ઈનવેસ્ટમેન્ટમાં વપરાય છે.રાજકોટમાં આજી,કુવાડવા,શાપર,મેટોડા,હડમતાળા જેવી અનેક જીઆઈડીસી અને ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા છે.

હાલમાં ત્યાં 20 હજારથી વધારે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો આવેલા છે.જેમાં દર વરસે વરસે નવા નવા કારખાના ઉમેરાતા જાય છે.આ બધા કારણોસર રાજકોટનો વિકાસ થયો હોવાનું જાણકારો કહે છે.રાજકોટના ઉદ્યોગ અને વેપારને કારણે અંદાજિત 3 લાખ લોકોને વધુ રોજગારી મળે છે.વધુમાં રાજકોટના ઉદ્યોગની અેક ખાસિયત એ છે કે જેમ દૂધમાં સાકર ભળે તેમ અહીં બધા ઉદ્યોગો ભળી જાય છે.આ બધી વિશેષતાને કારણે રાજકોટનો વિકાસ થયો છે અને ભવિષ્યમાં જીએસટી,પાણી તેમજ અન્ય સુવિધાને કારણે રાજકોટનો વિકાસ થશે તેમ જાણકારોનું કહેવું છે.

ઘરદીઠ ફોર વ્હીલર,માથાદીઠ ટુ વ્હીલર છે

રાજકોટનો વેપાર એ કોઇ ચોક્કસ પ્રકારનો નથી. રહેવાની સાથે હવે ઉદ્યોગ જગતમાં વર્સેટાલિટી જોવા મળી રહી છે.જે મોટાભાગના એકબીજાના સહાયક અને સ્વતંત્ર જરૂરિયાતલક્ષી હોય છે.બીજી તરફ વાહનોનું વેચાણ પણ વધ્યું છે. માથાદીઠ ટુ વ્હીલર અને ઘરદીઠ ફોર વ્હીલર જોવા મળે છે. ડો. નિર્મલ નથવાણી, આર્થિક વિશ્લેષક
અનેક નવા પ્રોજેકટ આવ્યાં છે
રાજકોટના બિલ્ડર રેસિડેન્સિયલ,કોમર્શિયલ ક્ષેત્રમાં અનેક નવા પ્રોજેકટ લાવ્યા છે. જેને કારણે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો થયો છે.લોકો બહારગામથી ભણવા,રોજગારી મેળવવા માટે રાજકોટ અાવે છે.જેને કારણે રિઅલ એસ્ટેટ વ્યવસાય સારો વિકસ્યો છે.આનાથી પ્રજાની સુખાકારીમાં પણ વધારો થયો છે. પરેશ ગજેરા, પ્રમુખ, ક્રેડાઇ
પ્રજા ઉત્સુક, પ્રશાસનનો પણ ટેકો
રાજકોટની પ્રજા ઉત્સુક છે અને સાથે પ્રશાસનનો પણ ટેકો છે. મેઈક ઈન્ડિયા,જીએસટીને કારણે રાજકોટનો ઉદ્યોગ અને અન્ય દેશની પ્રોડકટને ટક્કર મારી રહી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે રાજકોટના વેપારને વધુ વેગ મળશે. ગાૈતમ ધમસાણિયા, પ્રમુખ રાજકોટ ચેમ્બ
X
શહેરના મહિલા ચોકમાં લાઈટીંગ સમયની તસવીરશહેરના મહિલા ચોકમાં લાઈટીંગ સમયની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી