મારી ભત્રીજીના લગ્ન હતા, પણ બાપાના જન્મ દિવસ માટે નાઇરોબીથી આવી ગયો

બાપા ધામમાં (સ્વર્ગવાસ) ગયા પરંતુ તેઓ હજુ પણ હયાત જ છે, મહંતસ્વામી મહારાજમાં બાપા જોવા મળે છે

DivyaBhaskar.com | Updated - Dec 06, 2018, 01:45 AM
My niece married, but came from Nairobi for the birthday of Bapa

રાજકોટ: 12મી ડિસેમ્બરે નાઇરોબીમાં મારી સાળીની પુત્રીના લગ્ન છે, ભત્રીજીના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે, પરિવારના તમામ સભ્યો નાઇરોબીમાં લગ્નની ઉજવણી કરશે, પરંતુ મારા માટે તો પ્રમુખસ્વામી મહારાજ (બાપા)નો જન્મ દિવસ મહત્ત્વનો હતો અને હું નાઇરોબીથી રાજકોટ આવી પહોંચ્યો, એવું નાઇરોબી રહેતા ઘનશ્યામભાઇ પાબારી (ઉ.વ.64)એ જણાવ્યું હતું.


ઘનશ્યામભાઇ કહે છે કે, તેમનો જન્મ નાઇરોબી થયો, તેમના પિતા-દાદાનું વતન ગોંડલ પરંતુ પિતા પ્રેમજીભાઇ વર્ષોથી નાઇરોબી સ્થાયી થયા હતા. વર્ષ 1952થી પિતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા ત્યારથી ઘરમાં સ્વામિનારાયણમય વાતાવરણ સર્જાયું. 1995માં પ્રમુખસ્વામી મહારાજ મોમ્બાસા આવ્યા ત્યારે હું અને મારો પુત્ર યોગેશ બીચ પર બાપા સાથે હતા ત્યારે યોગેશને જેલફીશ પગમાં કરડી હતી, એ વખતે જે ફરજ મારી હતી તે હું ચૂક્યો હતો અને બાપાએ મારા પુત્ર યોગેશને પોતાના પગ પર બેસાડી તેના પગ પર હાથ ફેરવી સાંત્વના આપી હતી. પરિવારનો ક્યારેય કોઇપણ પ્રશ્ન હોય બાપા ઊભા રહેતા, માર્ગદર્શન આપતા અને મા કરતાં પણ અનેકગણું વાત્સલ્ય તેમણે આપ્યું છે.


બાપા ધામમાં (સ્વર્ગવાસ) ગયા પરંતુ તેઓ હજુ પણ હયાત જ છે, મહંતસ્વામી મહારાજમાં બાપા જોવા મળે છે, તત્ત્વ એ જ છે ખોળિયું બદલાયું છે. નાઇરોબીમાં સિક્યુરિટી ઇક્વિપમેન્ટનો વેપાર કરતાં ઘનશ્યામભાઇએ જણાવ્યું હતું કે, વિદેશમાં વૈભવ છે, જ્યારે આપણા દેશમાં બાપા અને મહંતસ્વામી જેવા સંતોને કારણે સંસ્કાર છે. સુખી સંપન્ન પરિવારના ઉચ્ચ ડિગ્રી મેળવનાર યુવકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો બની રહ્યા છે. દુનિયાનો તમામ વૈભવ છોડી સંત બની પ્રભુભક્તિ કરે છે તે બાબત જ પુરવાર કરે છે કે, પ્રમુખસ્વામી મહારાજની શક્તિ અને પ્રેરણા હજુ પણ લોકોના હૃદયમાં પ્રવર્તી રહી છે.

X
My niece married, but came from Nairobi for the birthday of Bapa
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App