નિવેદન / કનૈયાકુમારે રાજકોટ પહોંચતા જ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, ગુજરાતમાં ખેડુતોના આપઘાત વધ્યાં

kanaiya kumar Arrived in rajkot

  • આજે શાસ્ત્રી મેદાન ખાતે સંવિધાન બચાવો રેલી માટે પોલીસે શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

Divyabhaskar.com

Feb 13, 2019, 03:48 AM IST

રાજકોટઃ સંવિધાન બચાવો રેલી અને સંમેલનમાં હાજરી આપવા માટે કનૈયાકુમાર રાજકોટ આવી પહોચ્યા છે. ટિમ ઇન્દ્રનીલ ફોર યુ ના સભ્યો અને NSUIના કાર્યકરોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. કનૈયાકુમાર કાલે રેલીને સંબોધીત કરશે.

રાજકોટમાં કનૈયાકુમારનું નિવેદન

કનૈયાકુમારે અમદાવાદમાં જીગ્નેશ મેવાણીના કાર્યક્રમ રદ કરવાની ઘટનાને શર્મનાક ગણાવી હતી. તેમજ અખિલેશ યાદવને એરપોર્ટ પર રોકવાની ઘટનાને પણ દુઃખદ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડુતોના આપઘાત વધ્યાં છે. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીથી મોદી અને અમિત શાહ ડરી ગયા છે.

X
kanaiya kumar Arrived in rajkot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી