CM સૌરાષ્ટ્રની મુલાકાતે, પૂર્વ MP અરવિંદભાઇ પટેલના બેસણાંમાં આપી હાજરી

ધોરાજીમાં પૂર્વ સાંસદ અરવિંદભાઇ પટેલના બેસણામાં આપી હાજરી
ધોરાજીમાં પૂર્વ સાંસદ અરવિંદભાઇ પટેલના બેસણામાં આપી હાજરી

DivyaBhaskar.com

Nov 10, 2018, 05:00 PM IST

રાજકોટ: સીએમ વિજય રૂપાણી આજે સૌરાષ્ટ્રની મુલાકાતે છે. ધોરાજીના ફરેણી સ્વામીનારાયણધામ ખાતે શતાબ્દી જન્મજયંતી મહોત્સવ કાયક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ધોરાજીમાં પૂર્વ સાંસદ અરવિંદભાઇ પટેલના અવસાન બાદ બેસણામાં હાજરી આપી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્કૂલનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

ધોરાજીના ફરેણી સ્વામીનારાયણધામ ખાતે દિપાવલી તહેવાર નિમિત્તે તા. 8/11થી તા. 12/ 11 સુધી ભવ્ય રીતે જોગીસ્વામીના શતાબ્દી જન્મજયંતી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ફરેણી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત રસીકભાઈ ધારીવાલા ઈન્ટરનેશનલ સ્કૂલની લોકાર્પણ વિધી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાઇ હતી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિતના આગેવાનોની હાજરીમાં ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

માહિતી: ભરત બગડા, ધોરાજી.

X
ધોરાજીમાં પૂર્વ સાંસદ અરવિંદભાઇ પટેલના બેસણામાં આપી હાજરીધોરાજીમાં પૂર્વ સાંસદ અરવિંદભાઇ પટેલના બેસણામાં આપી હાજરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી