શિક્ષણ / રાજકોટમાં 10મું નાપાસ યુવાને ઝૂંપડપટ્ટીના 50 બાળકોને SSCમાં પાસ કરાવ્યાં

છાત્રાલય બનાવી 111 બાળકોને મફત શિક્ષણ આપે છે
છાત્રાલય બનાવી 111 બાળકોને મફત શિક્ષણ આપે છે
X
છાત્રાલય બનાવી 111 બાળકોને મફત શિક્ષણ આપે છેછાત્રાલય બનાવી 111 બાળકોને મફત શિક્ષણ આપે છે

  • બાળકોને શિસ્ત સાથે સંસ્કારના પાઠ પણ ભણાવે છે
  • રાજકોટમાં સામાજિક સંસ્થા શરૂ કરીને દંપતી ઝૂંપડપટ્ટીના 400 બાળકોને ભણાવી રહ્યાં છે
  • ગરીબીના કારણે ભણી ના શકે એવા બાળકો માટે દઢવાડાનું દંપતી છાત્રાલય બનાવી શિક્ષણ આપે છે

Divyabhaskar.com

Feb 11, 2019, 03:50 PM IST

રાજકોટ: શિક્ષણ અને જ્ઞાન એ કોઈ મર્યાદાનું મોહતાજ નથી હોતું પરંતુ છતાં આજે પણ અસંખ્ય ગરીબ બાળકો તે પ્રાપ્ત કરી શકતા નથી. એક જમાનામાં એવી કહેવત હતી કે વિદ્યા વેચાય નહીં, પરંતુ આજે તો નર્સરીની ફી પણ કેટલીક સ્કૂલોમાં લાખ રૂપિયા છે, પરંતુ વિદ્યા વેચવાથી વધે છે એવું માનીને જ રાજકોટમાં મેંગો પીપલ પરિવારના દંપતી આજે રાજકોટની જુદી જુદી ઝૂંપડપટ્ટીઓના 400થી વધુ બાળકોને ભણાવે છે. આ સત્કાર્ય કરવાનું કારણ પણ ખૂબ સરાહનીય છે. સામાજિક સંસ્થા મેંગો પીપલના સંચાલક મનીષ રાઠોડ ધોરણ 10માં પથમ પ્રયત્ને નાપાસ થયા એને કારણે તેમણે નોકરી મેળવવામાં સંઘર્ષ કરવો પડ્યો.

1. ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવીને ધોરણ 10 પાસ કરાવ્યું

દરમિયાન એમને વિચાર આવ્યો કે પોતાને આટલો સંઘર્ષ કરવો પડે છે તો ગરીબોનું શું થતું હશે. બસ આજ વિચારે મનીષભાઈને ઝૂંપડપટ્ટીના બાળકો સાથે જોડ્યા અને અત્યાર સુધીમાં મનીષભાઈ, તેમના પત્ની રૂપલબેન અને 8 શિક્ષકોની ટીમે 50 જેટલા ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવીને ધોરણ 10 પાસ કરાવ્યું અને રોજગારીના દ્વારા ખોલાવ્યા.

આજે પણ 400થી વધુ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું બીડું મેંગો પીપલ પરિવારે ઝડપ્યું છે અને તે બાળકોના મા-બાપ પણ આ કાર્યથી ખૂબ ખુશ છે. તેમના બાળકોના ભણવાથી એમના જીવનમાં પણ આશાનું કિરણ ખીલ્યું છે. દંપતી નોકરિયાત છે, બંને પૈકી એકનો પગાર બાળકો માટે વાપરે છે.

2. ​​​​​​​છાત્રાલય બનાવી 111 બાળકોને મફત શિક્ષણ

માંડવી: મજુરી કરી હુ ભણ્યો છું, પણ મારા જેવા ઘણા હશે કે જે મજુરી કરીને પણ ભણી શક્તા ન હોય. આવા બાળકોનો સતત વિચાર આવતો હતો, અને ભણતર છોડી દેતા બાળકોને ભણાવી એમનું જીવન બદલવાની પ્રેરણા જાગી હતી.

વિધાપીઠનો સહવાસમાં વિચારો મળ્યા અને માંડવીના દઢવાડાના ગામના એક શિલ્પી અશોકભાઇ ચૌધરીએ ભણતર છોડી ઊંડાણના ગ્રામીણક્ષેત્રમાં પહોંચી બાળકોના ભણતર માટે કવાયત શરુ કરી હતી. 17 બાળકોથી શરૂઆત કરી, કરૂઠા ગામનો ડુંગર ખોદી છાત્રાલય બનાવી, જંગલને નંદનવન બનાવ્યુ છે. આજે ડુંગરાળ ગામમાં છાત્રાલયમાં 111 બાળકોને રાખી બાળ પુષ્પોને ખીલાવી નિજાનન્દ મેળવી રહ્યા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી