ભાનુશાળી હત્યા / દુષ્કર્મ કેસના સમાધાનનો છેલ્લો હપતો ન ચૂકવાતા ભાનુશાળીની હત્યા?

ભાનુશાળીની ફાઈલ તસવીર
ભાનુશાળીની ફાઈલ તસવીર
X
ભાનુશાળીની ફાઈલ તસવીરભાનુશાળીની ફાઈલ તસવીર

  • ઓગસ્ટમાં રાજકોટમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં 1.25 કરોડમાં સમાધાન થયું હતું
  • ભાનુશાળી પર પૈસા વરસાવતો દોઢ વર્ષ જૂનો વીડિયો વહેતો થયો

Divyabhaskar.com

Jan 13, 2019, 09:57 AM IST
રાજકોટ: અબડાસાના ભાજપના માજી ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કેસની તપાસ ચલાવી રહેલી સીટને મહત્ત્વની કડી મળી છે. પૂનાના ગેંગસ્ટર ભાઉ અને શેખરના નામ બહાર આવ્યા છે ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજમાં ફરિયાદ નોંધાયા બાદ આ બહુચર્ચિત કેસમાં સમાધાન કરવા માટેની મિટિંગ ગત ઓગસ્ટે રાજકોટમાં મળી હતી. આ મીટિંગમાં મુખ્ય વ્યક્તિ ઉપરાંત સામા પક્ષે ભાઉ, મનિષા અને મધ્યસ્થી કરનાર મનુદાદા સહિતના લોકો હાજર રહ્યા હતા જેમાં ચર્ચાના અંતે 1.25 કરોડમાં સમાધાન થયું હતું. જેમાંથી 75 લાખ રૂપિયાની રકમ ચુકવાઈ ગઈ હતી. પરંતુ, કેસના મુખ્ય વ્યક્તિએ સેટલમેન્ટ થયા મુજબ 50 લાખનો છેલ્લો હપ્તો ન ચૂકવતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. 
1. ભોગ બનનાર અને આરોપી એક જ પક્ષના હોવાથી પોલીસ મૂંઝવણમાં
આમ જોવા જઇએ તો ત્રાસવાદ વિરોધી દળ ( એટીએસ), સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલવેઝ તથા શહેર ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓ સમક્ષ ગુનાની થીઅરી સ્પષ્ટ થઇ ગઇ છે. આ ગુનાનો ભેદ ઉકેલવાની એકદમ નજીક છે પરંતુ આ ગુનામાં મૃતક ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભણશાળી તથા આરોપીમાં પણ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ હોવાથી કાચું કપાઇ ના જાય તે હેતુથી પોલીસ છાશ ફૂકી ફૂકીને પી રહી હોય તેમ કાચબાંની ગતિએ ચાલી રહી છે.
 
2. મનીષાના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડી
ભાનુશાળીની હત્યા કેસની આરોપી મનીષાની ધરપકડની ચર્ચાએ જોર પકડતા તેના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતા સારવાર માટે તેમનેે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી બાજુ પતિએ ગૂમની ફરિયાદ કેમ ન નોંધાવી તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ગજુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મનીષા થોડા દિવસ અગાઉ કોઇ કામ માટે કચ્છ ગઇ હતી અને ત્યાંજ હતી. પરંતુ ત્યારબાદ તેનો સંપર્ક કપાઇ ગયો હતો. 
3. હત્યારાઓ હજુ સુધી ન પકડાતા ભાનુશાળી પરિવાર ભયમાં
ભાનુશાળીના હત્યારાઓ ન પકડાતા તેમના ભત્રીજા સુનીલે પોલીસ કમિશનરને પરિવારને જોખમ હોવાની રજૂઆત કરતા ભાનુશાળી પરિવારની સુરક્ષા માટે નરોડા પોલીસને કમિશનર દ્વારા બંદોબસ્ત ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી