રાજકોટ મોરબી હાઈવે પર ઈકો કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત, 3 ના મોત

ઈકો કારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલીક 108 મારફતે ટંકારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 09:50 PM
An accident between the Ecco car and the bike on the Rajkot Morbi highway, 3 dead

મોરબીઃ રાજકોટ-મોરબી હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે જેમા ત્રણ વ્યક્તિના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુંસાર રાજકોટ- મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે જેમા બાઈક સવાર બન્ને યુવકોના મોત થયા છે અને એક ઈકોમાં સવાર યુવકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં ઈકો કારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલીક 108 મારફતે ટંકારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકોના નામ


1.પરમાર મગનભાઈ કરસનભાઈ
2. પરમાર સતીશ રાધેશ્યામ
3.રજતઅલી યુસફઅલી

X
An accident between the Ecco car and the bike on the Rajkot Morbi highway, 3 dead
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App