વિકાસનો વિરોધાભાસ / વાઈબ્રન્ટ ગુજરાતઃ નારી કોર્ટમાં પતંગ મળે છે, 'આયુષ્યમાન'ના વેરિફિકેશન માટે ડુંગર ચઢવો પડે છે

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 09:44 AM
રાજકોટમાં નારી અદાલતમાં પતંગ વેચાઈ રહી છે અને પોશીનામાં ડુંગર પર રાઉટર રાખી નોંધણી થઈ રહી છે
રાજકોટમાં નારી અદાલતમાં પતંગ વેચાઈ રહી છે અને પોશીનામાં ડુંગર પર રાઉટર રાખી નોંધણી થઈ રહી છે
X
રાજકોટમાં નારી અદાલતમાં પતંગ વેચાઈ રહી છે અને પોશીનામાં ડુંગર પર રાઉટર રાખી નોંધણી થઈ રહી છેરાજકોટમાં નારી અદાલતમાં પતંગ વેચાઈ રહી છે અને પોશીનામાં ડુંગર પર રાઉટર રાખી નોંધણી થઈ રહી છે

  • રાજકોટની સદર બજારમાં નારી અદાલતના સંચાલિકાના પતિ  પતંગનો સ્ટોર ચાલાવે છે
  • પોશીનામાં નેટવર્ક ન હોવાથી ડુંગર પર ચઢી લોકો આયુષ્યમાન ભારત પ્રોજેક્ટમાં પોતાનું વેરિફિકેશન કરાવવા મજબુર

રાજકોટ/હિંમતનગરઃ   મોટા ઉપાડે વાઈબ્રન્ટ પાછળ કરોડનું એંધાણ કરનાર ગુજરાત સરકાર વિશ્વ સમક્ષ ગુજરાતનું કેવું મોડલ બતાવવા માંગે છે. તેના બે ઉદાહરણ અહીં રજુ કર્યા છે. તસવીર જોતાતો એવું લાગે છે કે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતનું નવું મોડલ લાવી છે કે શું? પ્રથમ રાજકોટની સદર બજારમાં આવેલી ગાંધીનગર સંચાલિત નારી અદાલત કે જ્યાં ગૃહકંકાસના કેસની સુનાવણી થાય છે. તેમાં જ અદાલતના સંચાલક મીનાબેન પીઠડિયાના પતિએ કોર્ટ પાસે જ પતંગનો સ્ટોલ શરૂ કરી દીધો છે. દ્રિતીય સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં આયુષ્યમાન ભારત પ્રોજેક્ટના લાભાર્થીઓના રજિસ્ટ્રેશનનું વેરીફિકેશન કરી રહેલી ઓજન્સી ડુંગર ઉપર ચઢી વાંસ ઉપર રાઉટર લગાવી તેનાથી ચાલતા વાઈફાઈમાં લેપટોપ કનેક્ટ કરી લોકોના નામ નોંધી રહી છે. શું ગુજરાતના તમામ ગામોને ઈન્ટરનેટની કનેક્ટિવિટી આપી સંપૂર્ણ સજ્જ બનાવનારી આજ સરકાર હતી?

ગુજરાત મોડલની પતંગ સ્ટોર વાળી નારી કોર્ટ
1.રાજકોટ શહેરમાં સિઝનલ ધંધા માટે સદર બજાર ખરીદી માટે જાણીતી છે. ત્યારે આ બજારમાં આવેલા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર સંચાલિત નારી અદાલત ચાલી રહી છે. જેમાં ગૃહકંકાસને લગતાં કેસોનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ આગામી મકરસંક્રાતિ મહોત્સવને ધ્યાને રાખી નારી અદાલતના સંચાલક મીનાબેન પીઠડિયાના પતિએ કોર્ટ પાસે જ પતંગનો સ્ટોર શરૂ કરી દીધો છે. નારી અદાલતમાં પતંગનું વેચાણ થઇ રહ્યું છે. આ અંગે મીનાબેને એવો બચાવ કર્યો હતો કે મારા પતિ નારી અદાલત બહાર રોડ પર રેંકડી રાખી પતંગનું વેચાણ કરે છે. નારી અદાલતમાં અદાલતની કામગીરી જ કરવામાં આવે છે.
  
 
ગુજરાત મોડેલનું આતે કેવું ગામ જ્યાં નેટવર્ક પણ નથી મળતું
2.સાબરકાઠાંના પોશીના તાલુકાના મામા પીપલા ગામમાં નેટવર્ક પણ નથી આવતું કે જેથી ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે મળતી સરકારી સુવિધાઓનો લાભ લોકો લઈ શકે. ગામમાં આયુષ્યમાન ભારત પ્રોજેક્ટના લાભાર્થીઓના રજીસ્ટ્રેશનનું વેરીફીકેશન કરી રહેલી એજન્સી ડુંગર ઉપર ચઢી વાંસ ઉપર રાઉટર લગાવી લેપટોપને વાઇફાઇથી કનેક્ટ કરી માંડ માંડ કામ કરી રહી છે. આજ હાઈફાઈ એવી વાઈફાઈની ફેસિલીટીમાં પોતાનો લાભ છૂટી ના જાય તે માટે 250 ગામ લોકો પોતાનો કામધંધો મુકી આ રજીસ્ટ્રેશન પાછળ લાગ્યા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App