તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસમ ડુંગર ખાતેની આરોહણ અવરોહણ સ્પર્ધામાં યુવાનો દોડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજીના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર ખાતે પહેલી જ વાર રાજ્ય કક્ષાની ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં કુલ મળીને 290 આરોહકોએ ભાગ લીધો હતો જેમાં 156 ભાઇઓ અને 134 બહેનોએ ભાગ લીધો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીકના પાટણવાવ ખાતે આવેલા ઓસમ ડુંગર ખાતે પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકોને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશ ધડુક અને ધોરાજીના નાયબ કલેક્ટર જી.વી.મિયાણી, ધોરાજીના મામલતદાર જોલાપરા તેમજ ઉપલેટાના મામલતદાર માવદિયા સહિતોની હાજરીમાં પ્રસ્થાન કરાવાયું હતું. બહેનોમાં પહેલા આવેલા સ્પર્ધકે માત્ર 12.27 મિનિટમાં ડુંગર સર કરી લીધો હતો જ્યારે ભાઇઓમાં પહેલા વિજેતા બનેલા સ્પર્ધકે 10.41 મિનિટમાં ડુંગર સર કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ તમામ સ્પર્ધકોનું મોમેન્ટો, શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

12 જિલ્લાના સ્પર્ધકોને અપાઇ લીલીઝંડી
યુવાનોને લીલીઝંડી આપી સ્પર્ધાનો પ્રારંભ કરાવાયો હતો. જોકે અમુક બહેનોને નાની-મોટી ઇજા થતા સારવાર પણ આપવાની જરૂર પડી હતી. છતા સ્પર્ધા હોંશભેર સંપન્ન થઇ હતી. તસવીર : ભરત બગડા

1 થી 10 નંબરના વિજેતા
કુમાર વિભાગ
પ્રથમ : ચોટીલાના કાળાસર ગામના વિજય સાબરીયા (10 મિનિટ 41 સેકન્ડ)

બીજા નંબરે : જૂનાગઢના રવિ ભાટીયા

ત્રીજા નંબરે : જૂનાગઢના અબઝલ ભાલિયા

ચોથા નંબરે : ગીર સોમનાથના દેવેન્દ્ર ચૌહાણ

પાંચમા નંબરે : જામનગરના સિદસર ગામના ઓમ માકડિયા

છઠા નંબરે : ઉપલેટાના ભાવિન બોરખતરિયા

સાતમાં નંબરે : ગોંડલના મોહિત મકવાણા

આઠમાં નંબરે : રાજકોટના જસમીત ગોઠવાય

નવમાં નંબરે : જામનગરના સિદસર ગામના શૈલેષ અમૃતિયા

દસમાં નંબરે ઉતીર્ણ : પાટણવાવના હાર્દિક રાનવા

કન્યા વિભાગ
પ્રથમ નંબરે : ઉનાના દેલવાડા ગામની ઝરણા વંશ (12 મિનિટ 27 સેકન્ડ)

બીજા નંબર : ગોંડલના રામપરા ગામની કિંજલ ગાબુ

ત્રીજા નંબરે : રાજકોટની પાયલ ઓલકિયા

ચોથા નંબરે : જસદણના વડોદ ગામની શીતલ શિયાળ

પાંચમા નંબરે : માણાવદરના સરડીયા ગામની આરતી વસરા

છઠા નંબરે ઉત્તીર્ણ : જામનગરના સડોદર ગામની દ્રષ્ટિ ગધેથરીયા

સાતમાં નંબરે : સુરતની માનસી વઘાસિયા

આઠમાં નંબરે : જામકંડોરણાના જસાપર ગામની સુશીલા મીનામા

નવમાં નંબરે : રાજકોટની પામો બોલ્યા

દશમાં નંબરે : જામકંડોરણાના જસાપર ગામની રવિના કટારા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો