હળવદના વાડી વિસ્તારની યુવતીનું ભેદી કારણોથી મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના મયુરનગર વાડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય યુવતી શરદી, તાવ અને ઉધરસની બીમારીથી પીડાતી હોઇ સારવાર માટે મયુરનગર સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં તબીયત વધુ લથડતાં હળવદ રીફર કરાઇ હતી પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. યુવતીમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ દેખાતાં તેના સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા છે. અને તેની લાશને પીએમ માટે રાજકોટ મોકલી અપાઇ હતી. મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

હળવદ તાલુકાના મયુરનગર વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતી અને મૂળ છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગઠિયા નગર ગામની 18 વર્ષની યુવતી વેચાતીબેન બાબુભાઇ રાઠવાને તાવ, શરદી અને ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ સાથે મયુરનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ કિડની ફેઇલ થતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે કાૈશલભાઇ પટેલે ઉમેર્યું હતું કે મૃતક યુવતીમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળતાં તેના સેમ્પલ લઇને જામનગર મોકલવામાં આવ્યા છે, અને મૃતદેહને રાજકોટ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...