દવે પરિવાર દ્વારા માતાજીના સાંનિધ્યમાં યજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ આણંદકા દવે પરિવાર દ્વારા 19મી મેને રવિવારે સવારે 7.30 થી 2 દરમિયાન કુળદેવી રેવરાઇ ભવાની માતાજીના સાંનિધ્યમાં યજ્ઞ અને બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ મુકામ આંત્રોલી તા.માંગરોળ ખાતે યોજાશે. સ્વ.જમનાદાસ મણિશંકર દવે પરિવારના સભ્યો યજમાન પદે ઉપસ્થિત રહેશે. આણંદકા દવે પરિવારના સભ્યોએ માતાજીના દર્શન, યજ્ઞનો લાભ લેવા ચંદ્રકાંતભાઇ દવે, જેસલભાઇ દવેએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...