તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં આહીર રેજિમેન્ટની માંગ માટે લેખિત અભિયાનનાં મંડાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહીર રેજિમેન્ટની માગને બુલંદ બનાવવા માટે ગુજરાતમાં લેખિત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને વિવિધ ગ્રામપંચાયતો- સેવાકીય સંસ્થાઓ તેમજ વિવિધ પક્ષના આગેવાનોએ પોતાના લેટરપેડ ઉપર લશ્કરમાં આહીર રેજિમેન્ટ હોવી જોઇએ તેમ લેખિતમાં સમર્થન આપેલ છે અને આ ઝુંબેશ સતત ચાલુ રહેશે તેમ આહીર એકતા મંચના પ્રમુખ અર્જુન આંબલિયાએ જણાવ્યું હતું. વધુમાં તેઓ કહે છે કે, આહીર એકતા મંચ ગુજરાત દ્વારા આહીર રેજિમેન્ટની માગ કરવામાં આવી છે અને તેને બુલંદ કરવા માટે ગામે ગામ જાગૃતિ અભિયાન, પદયાત્રા, રેલી અને જેવા અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે. આ અભિયાનમાં એવું પણ જણાવાયું હતું કે ભારતીય લશ્કરમાં આહીર રેજિમેન્ટ પણ હોવી જોઇએ. તેની માગને શહેરની અનેક સંસ્થાઓએ સમર્થન આપ્યું છે. આ અભિયાનને આગળ વધારવા આગામી દિવસોમાં જાગૃતિ અભિયાનના કાર્યક્રમો હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...