તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય ભાસ્કર અને જીલેટ દ્વારા વર્કશોપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર અને જીલેટના ઉપક્રમે તાજેતરમાં ખાસ વર્કશોપનું આયોજન શહેરની કોલેજોમાં કરવામાં આવ્યું હતું. સફળતા તમારી મુઠ્ઠીમાં શીર્ષક હેઠળ યોજાયેલા વર્કશોપમાં આયોજિત ટ્રેનિંગ સેશન્સમાં રાજકોટના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અને વિજેતા બની રાજકોટનું ગૌરવ વધાર્યું હતું.ગ્રુમિંગ વર્કશોપમાં વિદ્યાર્થીઓને કઇ રીતે સફળ બની શકાય અને આત્મવિશ્વાસ વધારી શકાય તેનો સક્સેસ મંત્ર મોટિવેશનલ સ્પીકર દ્વારા આપવામાં આવ્યો હતો. આ સેશનમાં ટ્રેનરે સ્ટુડન્ટ્સ સાથે સંવાદ રચીને ખાસ વાતાવરણ ઊભું કર્યું હતું. અમદાવાદમાં સાંપડેલી સફળતા બાદ રાજકોટની કોલેજને ચાન્સ આપવામાં આવ્યો હતો. ટ્રેનરે ભાર મૂક્યો હતો કે કોઇ પણ સફળતા માટે કોન્ફિડેન્સ હોવો જોઇએ અને તક મળવી જોઇએ. આ કોન્ટેસ્ટમાં રાજકોટની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ કોલેજના કૌશિક પીઠિયા, એ.વી.હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ આર્ટસના કોમલ રાવલ, સરકારી આઇ.ટી.આઇ.ના શાખ ઇકબાલ સલિમભાઇ, આઇ.ટી.આઇ. પડધરીના ડામોર વનજરાજસિંહ વિજેતા બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોલેજના દરેક સેશનના અંતમાં વિદ્યાર્થીઓનો ટેસ્ટ લેવામાં આવશે અને વિજેતાઓને ફાઇનલ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો પણ ચાન્સ મળશે. ફાઇનલમાં રાજ્યના 350 વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિજેતાને 10,000નું ઇનામ સાથે દિવ્ય ભાસ્કર સાથે જોડાવાની પણ તક મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો