તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસિક તણાવથી વિધવાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના આજી ડેમ ચોકડી પાસે આવેલા રામેશ્વર પાર્ક-2માં રહેતા વિધવા કંચનબેન જયેશભાઇ રાઠોડે ગત મોડી રાતે તેમના ઘરે છાપરાના એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મોડી રાતે જાગી ગયેલા પુત્રે માતાને લટકતા જોઇ પરિવારના અન્ય સભ્યોને જગાડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે તપાસ્યા બાદ કંચનબેનનું મોત નીપજ્યાનું જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં કંચનબેનના પતિનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ તેઓ માનસિક તણાવમાં રહેતા હોય અંતિમ પગલું ભરી લીધાનું મૃતકના પુત્રે જણાવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ત્રણ સંતાનોની માતાએ જીવનનો અંત લાવી દેતા નોધારા થઇ ગયા હતા અને ગમગીની વ્યાપી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો