તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News What For Kids In Smart City 20 Cities Now City Buses Toilets And Footpaths Will Be Picking Up From The Anna 072537

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ સિટીમાં બાળકો માટે શું? અેના પરથી જ ચૂંટાશે 20 શહેર, હવે સિટી બસ, शौશૌચાલય અને ફૂટપાથ બાળકોને ફાવે એવા હશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધુળેટીના પર્વ પર પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા પરિવારે પનીર સબજીનો ઓર્ડર કર્યો હતો તેમાં હાડકું નીકળતા રેસ્ટોરન્ટમાં રહેલા લોકોએ તેમના પરિવાર સાથે ગેરવર્તણૂક કરતા પોલીસ બોલાવી હતી. મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે બુધવારે સાંજે રેસ્ટોરન્ટમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં હાડકું મળ્યું નથી, પરંતુ વાસી પનીરનું શાક સહિત 15 કિલો ખાદ્યપદાર્થનો નાશ કરાયો હતો. રેસકોર્સ રિંગ રોડ કિસાનપરા ચોક નજીક આવેલા આર્યા ફેમિલી રેસ્ટોરન્ટમાં રાજસિંહ બારડ તથા તેમનો પરિવાર ભોજન માટે બુધવારે ગયા હતા. ત્યારે પનીર સબજીનો ઓર્ડર કર્યો હતો. ભોજન થાળીમાં પીરસવામાં આવ્યું ત્યારે તેમાં હાડકાં જેવુ કંઇક દેખાયું હતું જે તપાસ કરતા હાડકું જ હોવાનું રાજસિંહે જણાવ્યું હતું. આ અંગે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટમાં રહેલા અન્ય લોકોએ તેમની સાથે ખરાબ વ્યવહાર કરતા પોલીસને બોલાવાઈ હતી. મનપાના ફૂડ ઓફિસર મહેન્દ્રસિંહ વાઘેલાએ આર્યા રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન 4 કિલો સડેલા ટમેટાં, 2 કિલો પનીર, 3 કિલો ડુંગળી, 2 કિલો સડેલા રીંગણા સહિતની સામગ્રીનો નાશ કર્યો હતો.

આ મુદ્દે થશે ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી સ્પર્ધા | માર્ચ અંતથી શરૂ થશે રજિસ્ટ્રેશન

સિટી બસમાં બાળકો ચઢી શકે તે પ્રકારના બસ સ્ટોપ પર વ્યવસ્થા છે?

સિટી બસમાં બાળકો બેસી શકે એ મુજબની બેઠક વ્યવસ્થા છે.

જાહેર શૌચાલયમાં ટોઇલેટ અને યુરિનલની ઊંચાઈ નીચી છે?

શૌચાલયમાં બાળકોને હાથ ધોવા માટે વૉશબેઝિનની ઊંચાઈ નીચી છે?

શાળા નજીકની ફૂટપાથ પર બાળકો ચાલીને જઇ શકે તેવી છે?

બાળકો સરળતાથી રોડ ક્રોસ કરવા માટે કોઇ વ્યવસ્થા છે?

બગીચામાં બાળકોને ઇજા થાય તેવી કોઇ વસ્તુઓ કે રાઇડ નથી ને?

બગીચાઓમાં બાળકો માટે કેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.

બાળકો સારી રીતે રમી શકે તે માટે બગીચામાં કેવી વ્યવસ્થા છે?

બાળકોની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય તે પ્રકારની કોઇ ગેમ બગીચાઓમાં છે?

સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડીશ : ભારદ્વાજ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

ભાજપે રાજ્યસભાના બે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં એક નામ રાજકોટમાંથી અભય ભારદ્વાજની જાહેરાત કરી છે. ભારદ્વાજ છેલ્લા ચાર દાયકાથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. યુગાન્ડામાં જન્મ થયા બાદ ભારત આવેલા ભારદ્વાજનો મૂળ વ્યવસાય વકીલાતનો છે, પરંતુ તે રાજકોટમાં સૌથી નાની ઉંમરના પત્રકાર બન્યા અને ન્યૂઝ એડિટર તરીકે 28 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા. ભારદ્વાજે અગાઉ ફિલ્મમાં જજ અને કલેક્ટર તરીકેનો રોલ કર્યો હતો.

અભયભાઇએ જણાવ્યું હતું કે, રાજકીય ક્ષેત્રે નાનો ભાઇ નીતિન ગુરુ છે હું જ્યારે સંયમ ખોઉ છું ત્યારે તે જ મને સંભાળે છે. રાજ્યસભાના સભ્ય તરીકે સરકારની યોજનાઓ નીચે સુધી પહોંચે અને સામાન્ય વ્યક્તિનો અવાજ સંસદ સુધી પહોંચાડવા સક્રિય રહીશ. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર અભય ભારદ્વાજનો 2 એપ્રિલ 1954માં યુગાન્ડાના જીઝા શહેરમાં જન્મ થયો હતો. 1977માં રાજકોટ ભારતીય જનતા પાર્ટીના મંત્રી બન્યા બાદ પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી અને અખિલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું. રાજકોટ બાર એસોસિએશનમાં બિનહરીફ પ્રમુખ બનેલા અભય ભારદ્વાજની વડાપ્રધાને કાયદા પંચમાં વરણી કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે તેઓ હાલ સેવા આપી રહ્યા છે. રાજકોટમાં દવે પરિવારના સભ્યોની હત્યા કરનાર શશિકાંત માળીને ફાંસીના માંચડે ચડાવવામાં સક્રિય રહી દવે પરિવારને ન્યાય અપાવ્યો હતો.

શાપરના બાળક અને પડધરીની મહિલાને સ્વાઈન ફ્લૂથી દોડધામ

હેલ્થ રિપોર્ટર|રાજકોટ

સમગ્ર જગ્યાએ કોરોનાનો ભય છે તેવા સમયે રાજકોટમાં સ્વાઈન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેને કારણે જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શાપરના બાળક અને પડધરીની મહિલાને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૂળ સુરેન્દ્રનગરના લીંબડીના અને શાપરમાં રહેતા અને મજૂરીકામ કરતા દંપતીના નવ વર્ષના બાળકને હૃદયની બીમારી હોય તેની સારવાર ચાલી રહી છે. પ્રથમ વખત ઓપરેશન કર્યા બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. ચાલુ સારવાર દરમિયાન તેને તાવ અાવતા તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સ્વાઈન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પડધરીની મહિલાને પણ સ્વાઈન ફ્લૂનો કેસ પોઝિટિવ આવ્યો છે. મહિલાને કેટલાક સમયથી તાવ આવતો હોય રિપોર્ટ કરાવતા તેને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો. હાલ મહિલા સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે.

સામાન્ય રીતે દર વર્ષે શિયાળામાં સ્વાઈન ફ્લૂના કેસ નોંધાતા હોય છે. આ વખતે આખા શિયાળામાં એક પણ સ્વાઈન ફ્લૂનો કેસ પોઝિટિવ નોંધાયો નથી. તેના બદલે ઉનાળાના પ્રાંરભે સ્વાઈન ફ્લૂના એકસાથે બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેને કારણે જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. બન્ને દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.

માર્ચ મહિનાના બધા બુકિંગ કેન્સલ થઈ ગયા

માર્ચ માસના જે બુકિંગ હતા તે બધા કેન્સલ થયા છે. એપ્રિલ માટે જરૂર ઈન્કવાયરી આવી રહી છે. મે માસના જે બુકિંગ હતા તે કોઇ રદ નથી થયા. મનાલી ઠંડો પ્રદેશ છે અને લોકો હાલ એવું માની રહ્યા છે કે, ઠંડીમાં આ ચેપ લાગવાની શક્યતા વધુ છે. તેથી લોકો સામેથી ત્યાં જવાનું ટાળે છે. > વલ્લભભાઈ અમીપરા, સંચાલક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ

કોરોના ઈફેક્ટ|મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડના 1 હજાર બુકિંગ રદ, હનીમૂન-બિઝનેસ ટૂર પર જવાનું માંડી વાળ્યું

બિઝનેસ રિપોર્ટર|રાજકોટ

કોરોના વાઇરસને કારણે ટૂર્સ એન્ડ ટૂરિઝમ પર પ્રતિકૂળ અસર પડી છે. જેમણે હનીમૂન કે બિઝનેસ ટૂર માટે થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા જવાનું નક્કી કર્યું હતું. તેમણે હાલ પૂરતું માંડી વાળ્યું છે. રાજકોટમાંથી જેમણે બુકિંગ કરાવ્યા હોય તેવા 1 હજાર બુકિંગ રદ થયા છે. જ્યારે કેરળમાં કોરોના વાઇરસ જોવા મળ્યો છે અને મનાલી ઠંડો પ્રદેશ હોવાથી લોકો આ બન્ને જગ્યાએ જવા તૈયાર નથી.

કોરોનાને કારણે લોકો હાલ કોઈ સાહસ લેવા તૈયાર નથી અને તેને કારણે બધા બુકિંગ રદ થઈ રહ્યા છે. ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યાનુસાર જો આમને આમ પરિસ્થિતિ યથાવત્ રહી તો મે મહિનાના જે વેકેશનના બુકિંગ થયા છે તે પણ કેન્સલ થશે. એક અંદાજ મુજબ 1000 થી વધુ બુકિંગ રદ થયા છે અને એક પેકેજની 60 હજાર કિંમત ગણીએ તો પણ 6 કરોડના બુકિંગ માત્ર એકલા રાજકોટમાંથી જ કેન્સલ થયા છે.

કોરોના વાઇરસ પહેલા કોલેજ જતા બોયઝ અને ગર્લ્સ પોતપોતાના ગ્રૂપમાં વિદેશી ટૂર માટે ફરવા જતા હતા પણ કોરોના વાઇરસ બાદ યુવા પેઢીના બુકિંગ આવ્યા જ નથી. તેનું કારણ આપતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો જણાવે છે કે, માતાપિતા તરફથી જ તેઓને સંમતિ મળતી નથી. આ ઉપરાંત હાલ હોટેલ પણ ખાલી જોવા મળે છે. કોરોના વાઇરસને કારણે દરેક એરપોર્ટ પર યાત્રિકનું ચેકિંગ થઇ રહ્યું છે.

એક્સ્પર્ટ કહે છે, લો પ્રેશરને કારણે બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો

હવામાન વિભાગ | આજથી વાતાવરણ ચોખ્ખું થઇ જશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે. જે રાજસ્થાન આસપાસ છે. આ સિસ્ટમને કારણે આખા ગુજરાત રાજ્યના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. અાકાશમાં વાદળો છવાયા છે. પોરબંદર બાજુ મંગળવારે વરસાદ થયો હતો. આજથી વાદળો ધીમે ધીમે હટવાનું શરૂ થઇ જશે અને ત્રણ દિવસમાં વાતાવરણ ચોખ્ખું થતું જશે. હાલમાં પવનની દિશા પશ્ચિમથી ઉતર પશ્ચિમ તરફની છે. બુધવારે ભારે પવન હોવાને કારણે માછીમારોને એલર્ટ કરાયા હતા. > ડો.જયંતા સરકાર, ડાયરેક્ટર આઈએમડી ગુજરાત

5 દિવસમાં તાપમાન 35 ડિગ્રીએ પહોંચશે, મિશ્ર ઋતુથી શરદી, ઉધરસના કેસો વધ્યા, પાકને અસર

વેધર રિપોર્ટર, રાજકોટ | લો પ્રેશર થવાને કારણે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલતા તેની અસર ખેતી પર થઈ રહી છે. આ ઉપરાંત શરદી, ઉધરસ અને તાવના કેસો વધ્યા છે. હવામાન ખાતાની આાગાહી મુજબ 5 દિવસમાં તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી જશે. પવન 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે. હાલ ખેતરમાં ઘઉં અને જીરાના પાકને ડબલ ઋતુને કારણે નુકસાન જવાની શક્યતા છે. બુધવારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

હોશિયાર વિદ્યાર્થીઓને પણ પેપર બાકી રહી ગયું : તપસ્વી સ્કૂલમાં એક કોપીકેસ

એજ્યુકેશન રિપોર્ટર|રાજકોટ

બુધવારે લેવાયેલી ધો.10ના ગણિત વિષયની પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું અને લેન્ધી પૂછાતા મોટાભાગના વિદ્યાર્થીઓને પેપર બાકી રહી ગયું હતું અને નબળા વિદ્યાર્થીઓને પાસ થવાનું પણ મુશ્કેલ જણાતા પરીક્ષા પૂરી થતાં જ તેઓ પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં જ રડી પડ્યા હતા. રાજકોટ કેન્દ્રમાં ધો.10ની પરીક્ષામાં તપસ્વી સ્કૂલમાં 1 કોપીકેસ નોંધાયો હતો.

એક્સપર્ટ ભાવેશ પાઠકે જણાવ્યું હતું કે, બુધવારે લેવાયેલી ધો.10ની ગણિતની પરીક્ષામાં એકપણ વિદ્યાર્થીને 100માંથી 100 ગુણ ન આવે તે પ્રકારનું પેપર પૂછાયું હતું. 2 વર્ષ પહેલા ધો.10માં ગણિતનું પેપર અઘરું નીકળ્યાની ફરિયાદો ઊઠી હતી ત્યારે માત્ર 4 થી 5 પ્રશ્નો ટ્વિસ્ટેડ હતા, જ્યારે આ પેપરમાં 70 ટકા પેપર ટ્વિસ્ટેડ અને મુશ્કેલ હતું.

ગણિતના પેપરમાં પરીક્ષકે પોતાની આવડતનો ભરપૂર ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ખૂબ જ મૂંઝવી નાખ્યા હતા. પેપરમાં એકમાત્ર પાયથાગોરસનો પ્રમેય સહેલો હતો અને 20 થી 25 ગુણના પ્રશ્નો ટેકસ્ટ બુક બેઝ બેઠે બેઠા પૂછાયા હતા. રાઇડરનો દર વર્ષે એક પ્રશ્ન પૂછાય છે જ્યારે આ વર્ષે રાઇડરના બે પ્રશ્નો પૂછાયા હતા જેમાં એક ફરજિયાત હતો. પેપર એટલું અઘરું હતું કે, માત્ર 10 ટકા વિદ્યાર્થી જ તે સમજી શક્યા હશે. ખૂબ જ હોશિયાર હોય તેવા વિદ્યાર્થીને પણ ચોક્કસપણે 8 થી 10 ગુણનું પેપર બાકી રહી ગયું હશે તેટલું લેન્ધી પેપર હતું. ખાસ કરીને અૈશ્વર્યા અને આરાધ્યના પ્રશ્ન નં.28 અને વોટર ટેપના 36માં વિદ્યાર્થીઓ ભૂલ ખાઇ ગયા હશે.

વોર્ડ નં.3માં પાણીના વાલ્વ સાથે છેડછાડ! 20 મિનિટના બદલે અઢી કલાક વિતરણ

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઓછો થઇ રહ્યો છે ત્યારે વોર્ડ નં.3માં 20 મિનિટના બદલે અઢી કલાક પાણી વિતરણ થયું હતું. પાણીના વાલ્વ સાથે કોઇએ છેડછાડ કરી હોવાની મનપાને શંકા છે. જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક પરસાણાનગર અને જ્યોતિ પાર્ક સહિતની આસપાસની સોસાયટીઓમાં 20 મિનિટના બદલે અઢી કલાક પાણી વિતરણ થયું હતું. આ બન્ને વિસ્તારમાં બપોરે એક વાગ્યા આસપાસ પાણી વિતરણનો સમય છે, પરંતુ વહેલી સવારે 4 વાગ્યે અચાનક પાણી વિતરણ શરૂ થયું હતું જે 6:30 કલાક સુધી વિતરણ થતા શેરીઓમાં પાણી વહેતું થયું હતું. આ અંગે વોર્ડ નં.3ના ઇજનેર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાણી વિતરણ સમયમાં કોઇ ફેરફાર કર્યો નથી.

સ્માર્ટ સિટીના નવા નિયમ | શહેરો વચ્ચેની ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી સ્પર્ધામાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પણ સામેલ

સૂર્યાસ્ત (ગુરુવાર)

06.48 વાગે

નાનોભાઇ નીતિન મારો ગુરુ છે, હું સંયમ ખોઉ છું ત્યારે તેજ મને સંભાળે છે : અભયભાઈ

ધોરણ- 12 સામાન્ય પ્રવાહ

ફ્રાન્સથી રાજકોટ આવેલા યુવકને કોરોનાના લક્ષણ દેખાયા, આઈસોલેશન વોર્ડમાં દાખલ

ફ્રાન્સથી રાજકોટ આવેલા યુવાનને કોરોના લક્ષણ જણાતા તેને સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકના સેમ્પલ લેવામાં અાવ્યા હતા. વિદેશથી આવ્યા હોય તેવા રાજકોટ ગ્રામ્યના 54 અને રાજકોટ શહેરના 107 દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. ગ્રામ્ય વિસ્તારના 15 દર્દી અને શહેરના 54 લોકોને હાલ ખતરાની
બહાર છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 39 અને શહેરના 53 દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તે તમામના મેડિકલની
ચકાસણી કરવામાં આવી રહી છે.

{ ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી સ્પર્ધામાં દેશનાં કુલ 100 શહેરોને આવરી લેવાશે

{ શહેરોમાં બાળકો માટે કેવી સુવિધાઓ, સલામતી છે તેના આધારે મૂલ્યાંકન થશે

{ કેન્દ્ર સરકારની ટેક્નિકલ ટીમ શહેરોની મુલાકાત લઈને ચકાસણી કરશે

કોરોના ભય વચ્ચે સ્વાઈન ફ્લૂ દેખાયો, બન્ને સારવારમાં

સૂર્યોદય (શુક્રવાર)

06.51 વાગે

ડિસ્કાઉન્ટ ઓફર છતાં લોકો જવા નથી માગતાં

હાલ અત્યારે હોટેલ ખાલી છે અને બધા પેકેજ પર ડિસ્કાઉન્ટ ઓફર હોવા છતાં લોકો ભયને હિસાબે જવા માટે તૈયાર નથી. જ્યારે માલદીવ,મોરેશિયસ અને બાલી, શ્રીલંકા જેવા દેશોમાં હનીમૂન ટૂર પર કોઈ અસર નથી આવી.
> વિમલભાઈ પટેલ, સંચાલક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ

વાહનોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા કાલાવડ રોડ કટારિયા ચોકડી આગળ બુધવારે રાતે જીજે.3સીઆર.7646 નંબરની લાખેણી ઓડી કારના બોનેટના ભાગે આગ ભભૂકી ઊઠી હતી. આગ ભભૂકતાં જ કારચાલક બહાર નીકળી ગયા હતા અને તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે બનાવ સ્થળે પહોંચી આગને બુઝાવી હતી. કારની હેડ લાઇટના અર્થિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. } તસવીર : પ્રકાશ રાવરાણી

સાવચેતી | વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ

હાલ મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ અને ફૂડ પોઈઝનિંગ થઇ શકે છે. આ રોગોથી બચવા માટે વાસી ખોરાક અને ફ્રીઝમાં રાખેલી વસ્તુ ટાળવી જોઇએ. આ ઉપરાંત રાત્રે ઉજાગરો ન કરવો જોઈએ. થોડી પણ તબિયત નરમ જણાય તો તુરંત જ તબીબી સારવાર લેવી જોઈએ. વાઈરલ ઈન્ફેક્શનથી બચવા માટે ભીડવાળી જગ્યાએ જતા હોય તો માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. જે કોઈ ઉધરસ ખાતા હોય તેનાથી એક મીટર અંતર રાખવું અને જમતા પહેલા તેમજ બહારથી આવો ત્યારે હાથ સાફ કરવા જોઈએ. > ડો.મંયક ઠક્કર

ચાઇલ્ડ ફ્રેન્ડલી 20 શહેરો વચ્ચેની સ્પર્ધામાં કેન્દ્ર સરકાર માર્ગદર્શન આપશે

કેન્દ્ર સરકારે દેશનાં 20 શહેરો વચ્ચે ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં જે શહેરો ભાગ લેશે તે શહેરમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી સુવિધા ઊભી કરવા માટે કેન્દ્ર સરકાર ટેકનિકલ ટીમ મોકલી મદદ કરશે. આ ટીમ શહેરમાં કેવા પ્રકારના ફેરફાર કરવાથી બાળકોની સુવિધામાં વધારો થશે તેની માહિતી આપશે. રાજકોટ શહેર આ સ્પર્ધામાં ભાગ લેશે અને ટેકનિકલ ટીમની મદદથી બાળકોની સુવિધામાં વધારો કરાશે.

ખેતી વિભાગ | પાકનો ઉતારો ઓછો આવે, કેરીને નુકસાન

મિશ્ર ઋતુને કારણે ઘઉં, જીરા,ધાણા, ચણા અને કેરીના પાકને નુકસાન થશે. જો માવઠું થશે તો ધાણા કાળા પડી જશે અને કેરીના પાકને પણ નુકસાન થશે, જ્યારે જીરાનો પાક પાણી પડતાની સાથે જ સંપૂર્ણ પણે નાશ થશે. ખરાબ વાતાવરણને કારણે પાકનો ઉતારો ઓછો આવશે. ઘઉંમાં વીઘે 15 મણનો પાક ઓછો આવે. માવઠાની ભીતિમાં ખેડૂતો પાસે પાક ઉપાડી લેવાનો એકમાત્ર વિકલ્પ છે. ખરાબ ઋતુને કારણે ચણાને પણ નુકસાન થશે. ખરાબ વાતાવરણને કારણે પાકની ગુણવત્તા નબળી પડશે. > ડી.કે.સખિયા, ચેરમેન માર્કેટિંગ યાર્ડ

અલ્પેશ રાણપરિયા|રાજકોટ

સમગ્ર દેશમાં દિવ્યાંગોની સરળતા માટે પ્રાથમિક સુવિધા આપવી ફરજિયાત છે તેવી રીતે આગામી દિવસોમાં શહેરોમાં બાળકોની સરળતા માટે પૂરતી સુવિધા છે કે નહીં તે અંગે પણ નિયમ બની શકે છે. સ્માર્ટ સિટી હેઠળ દેશના 100 શહેરો વચ્ચે ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી સ્પર્ધા થશે. જેમાં શહેરના શૌચાલયોમાં બાળકો લઘુશંકા કરી શકે તે પ્રકારે યુરિનલ નીચું છે કે નહીં, ટોઇલેટ સીટ નીચી છે કે નહીં, ટોઇલેટ બહાર નીકળ્યા બાદ બાળક હાથ ધોઇ શકે તે માટે ગેન્ડી નીચી છે કે નહીં, શાળાએથી ઘરે જતા હોય ત્યારે ફૂટપાથ તે ચાલી શકે તેવી છે કે નહીં, રોડ ક્રોસ કરવા માટે શું વ્યવસ્થા છે સહિતના મુદ્દા પર આ સ્પર્ધા થશે અને રેન્કિંગ જાહેર થશે.

માર્ચ માસના અંત સુધીમાં દેશનાં 100 સ્માર્ટ શહેરો ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. ભાગ લેનારા શહેરમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી માટે કરેલી કામગીરી તેમજ કામ કરવાની ઇચ્છા શક્તિઓના આધારે 20 શહેર પસંદ કરાશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકો માટે શહેરમાં સુવિધા ઊભી કરવાનો છે. રાજકોટ સ્માર્ટ સિટીના સીઇઓ સી.કે. નંદાણીએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે રાજકોટ શહેર ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્પર્ધામાં ભાગ લેશે અને પ્રથમ રાઉન્ડમાં પસંદ થશે.

હેડ લાઇટમાં શોર્ટ સર્કિટથી લાખેણી ઓડી સળગી

ધો.10માં ગણિતનું પેપર લેન્ધી અને ખૂબ જ અઘરું નીકળતા વિદ્યાર્થીઓ રડી પડ્યા

પનીર સબજીમાંથી હાડકુંનીકળતા ફૂડ વિભાગનાઆર્યા રેસ્ટોરન્ટમાં દરોડા

¾, રાજકોટ, ગુરુવાર, 12 માર્ચ, 2020 | 2

બ્રેકિંગ

ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહ

ધોરણ-10

પેપર ખૂબ જ ટ્વિસ્ટેડ અને લેન્ધી હતું. તેમાં પણ 2 ગુણનો સાબિત કરોનો પ્રશ્ન કોર્સ બહારનો પૂછાયો હતો. > અદ્વૈત સોલંકી, વિદ્યાર્થી

અર્થશાસ્ત્રના પેપરમાં બેકારીનો પ્રચ્છન્ન ખ્યાલ આપો, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો વર્ણવો, ગરીબી અને મૃત્યુદરનો અર્થ આપો, શહેરીકરણની હકારાત્મક અસરો જેવા સવાલો પૂછાયા હતા. પેપર ખૂબ જ સહેલું ટેકસ્ટ બુક આધારિત રહ્યું હતું. > ભરત સોલંકી, કરણસિંહજી હાઇસ્કૂલ

બાયોલોજીનું પેપર ખૂબ જ સરળ અને ટેકસ્ટ બુક આધારિત પૂછાયું હતું. આ પેપરમાં વિદ્યાર્થીઓ ધારે તો 100માંથી 100 ગુણ પણ મેળવી શકશે. > જે.એમ.પટેલ, કનેરિયા સ્કૂલ

ધો.10માં નવો કોર્સ હોય જુલાઇ સુધી પાઠ્ય પુસ્તકો મળ્યા ન હતા અને તેના પેપરની બ્લૂ પ્રિન્ટ છેક ડિસેમ્બરમાં આવી હતી. અમુક પ્રશ્નો બ્લૂ પ્રિન્ટ મુજબ ન હતા.જેમાં પ્રશ્ન નં.17 પહેલા ચેપ્ટરના બદલે 15માં ચેપ્ટરમાંથી પૂછાયો હતો. ત્રિકોણમિતિનો પ્રશ્ન ટેકસ્ટ બુક બહારનો હતો. પ્રશ્ન નં.38માં શંકુનો આડછેદ કે જે છેલ્લા 25 વર્ષથી ઓપ્શનમાં હોય છે તે મુખ્ય પ્રશ્ન તરીકે હતો. > સરોજબેન મારવાણિયા, માતૃમંદિર સ્કૂલ

એક્સપર્ટ ઓપિનિયન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો