તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Water Cut In 8 Wards Today To Replace The Machinery Of Navara Pumping Station 034548

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યારા પમ્પિંગ સ્ટેશનની મશીનરી બદલવા આજે 8 વોર્ડમાં પાણીકાપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી ડેમમાં સૌની યોજનાથી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે મંગળવારે શહેરના અલગ અલગ 8 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે. મંગળવારે નવા રાજકોટના અંદાજે 1.25 લાખથી વધુ લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે ન્યારા ઓફ ટેક આધારિત રેલનગર (વોર્ડ નં.3 પાર્ટ), બજરંગવાડી (વોર્ડ નં.2 અને 3 પાર્ટ), મવડી (12.30 પછીના વિસ્તારો વોર્ડ નં.8 પાર્ટ, 10 પાર્ટ અને 13 પાર્ટ) ચંદ્રેશનગર (વોર્ડ નં.8 પાર્ટ, 11 પાર્ટ અને 13 પાર્ટ), રિંગરોડ (વોર્ડ નં.9 પાર્ટ, 10 પાર્ટ) તથા રૈયાધાર (ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગ રોડ હેઠળ આવતા, વોર્ડ નં.1 પાર્ટ, 2 પાર્ટ, 9 પાર્ટ 10 પાર્ટ) પર 26 ફેબ્રુઆરીના રોજ પાણી વિતરણ બંધ રહેશે. તેમજ સોજિત્રાનગર હેડ વર્કસ પરથી વોર્ડ નં.2 અને 8 પાર્ટ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવશે .

પાણીકાપના કારણે વોર્ડ નં.1ના ગાંધીગ્રામ, સત્યનારાયણ પાર્ક, જીવંતિકાનગર, લાભદીપ, ભારતીનગર, શ્યામનગર, મોચીનગર, રામાપીર ચોકડી, શિવમપાર્ક, સતાધાર પાર્ક રૈયાગામ આલાપ ગ્રીનસિટી સહિતના વિસ્તાર, વોર્ડ નં.2માં 150 ફૂટ રિંગ રોડ, અવંતીપાર્ક, શીતલ પાર્ક, સંજયનગર, મોચીનગર, પુનિતનગર, રેસકોર્સ પાર્ક, ચુડાસમા પ્લોટ સહિતના વિસ્તાર, વોર્ડ નં.3માં જંકશન, ગાયકવાડી, પરસાણા, પોપટપરા, તોપખાના, સંતોષીનગર, રૂખડિયાપરા, કોઠી કંપાઉન્ડ, રેલનગર સહિતના, વોર્ડ નં.8માં અમીનમાર્ગ, કાલાવડ રોડ, હરિહર સોસાયટી, અક્ષર માર્ગ, પંચવટી, સિલ્વર પાર્ક, નાલંદા, નૂતનનગર, કોટેચાનગર, એસ્ટ્રોન સોસાયટી, નાનામવા, પર્ણકુટી, સોજિત્રાનગર, નિર્મલા રોડ સહિતના વિસ્તાર, વોર્ડ નં.9ના સરિતાનગર, ગાંગોત્રી પાર્ક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, યોગેશ્વરપાર્ક, સેટેલાઇટ પાર્ક, સત્યમ પાર્ક, ભીડભંજન, નટરાજનગર વગેરે, વોર્ડ નં.10માં રૈયા ચોકડી, તિરૂપતિનગર, જીવનનગર, પ્રકાશ સોસાયટી, પંચાયતનગર, જલારામ-2, પુષ્કરધામ, આલાપ એવન્યૂ, રૂડાનગર સહિતના વિસ્તાર, વોર્ડ નં.11ના નાનામવા આવાસ યોજના, અજમેરાનગર, અંબિકા ટાઉનશિપ, જીવરાજપાર્ક, પોલીસ હેડ ક્વાર્ટર, બેકબોન, પટેલનગર સહિતના વિસ્તાર અને વોર્ડ નં.13ના માયાણીનગર, પટેલ કોલોની, ઉદ્યોગનગર, અંબાજી કડવા, દોશી હોસ્પિટલ, સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો