શાકભાજીમાં ભાવબાંધણું કરાશે, રાશન ટોકન સિસ્ટમથી અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર-જિલ્લામાં 1લી એપ્રિલથી સસ્તા અનાજની દુકાનોમાં 282642 પરિવારોને 21 દિવસનું રાશન ઓફલાઇન મફત વિતરણ કરવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થા ખોરવાઇ નહીં તે માટે ટોકન સિસ્ટમ અમલી કરાશે અને દર કલાકે 10 ગ્રાહકોને બોલાવવામાં આવશે. તેમજ અઠવાડિયા સુધી શાકભાજીના ભાવો પર ‘વોચ’ રાખવામાં આવશે અને જો ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ થતી જોવા મળશે તો ‘ભાવબાંધણું’ કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

કલેક્ટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી માર્કેટ યાર્ડ શરૂ કરવા સૂચના મળી છે, આથી યાર્ડ શરૂ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ યાર્ડમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે નીતિ ઘડી રહ્યા છીએ. હાલમાં યાર્ડમાં અનાજના હોલસેલ વેપારીઓને દુકાન ખોલવા માટે પાસ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે.

હોલસેલરો પાસે હાલમાં અનાજનો પૂરતો જથ્થો છે તે ખૂટી જશે ત્યારબાદ ખેડૂતો પાસે અનાજનો જથ્થો ખરીદવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ડીએસઓ પૂજાબેન બાવળાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સસ્તા અનાજના પરવાનેદારોને દુકાન ખોલવા મંજૂરી અપાશે અને તેના માટે સ્પેશિયલ કાર્ડ ઇસ્યૂ કરાશે. આ વિતરણ વ્યવસ્થા અઠવાડિયામાં પૂરી કરાશે. દરેક દુકાન પર એક-એક અધિકારી મોનિટરિંગ માટે મુકાશે.

વેપારીઓના પાસ કાઢ્યા છે, 3 એપ્રિલ પછી શરૂ થશે

યાર્ડના જે વેપારીઓ છે તેમના પાસ બનાવીશું, તેઓને એન્ટ્રી ગેટ પર આ પાસ બતાવવાના રહેશે. જેમને માલ ભરાવવો હશે તેઓને પણ પાસ બતાવવો પડશે. 10-15 વેપારીઓએ ગોડાઉનમાં માલ છે તેમાંથી માલ કઢાવવાનો રહેશે. ખેડૂતોને બોલાવવાનો અને તેની પાસેથી ખરીદી કરવાનો નિર્ણય 2 એપ્રિલ બાદ લેવાશે. આ મુદ્દે કલેક્ટર અને સરકાર બન્નેનું ધ્યાન દોરવાનું રહેશે અને ત્યારબાદ જ યાર્ડ શરૂ કરાશે. > ડી.કે.સખિયા, રાજકોટ યાર્ડ ચેરમેન

ખેડૂતો પાસે અનાજનો જથ્થો ખરીદવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ડીએસઓ પૂજાબેન બાવળાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સસ્તા અનાજના પરવાનેદારોને દુકાન ખોલવા મંજૂરી અપાશે અને તેના માટે સ્પેશિયલ કાર્ડ ઇસ્યૂ કરાશે. આ વિતરણ વ્યવસ્થા અઠવાડિયામાં પૂરી કરાશે. દરેક દુકાન પર એક-એક અધિકારી મોનિટરિંગ માટે મુકાશે.

યાર્ડના હોલસેલરોની દુકાનો ચાલુ કરાવાશે, માલ ખૂટે તો ખેડૂતોને કેવી રીતે બોલાવવા તેની નીતિ નક્કી કરાશે

1લી એપ્રિલથી 282642 પરિવારોને ફ્રી અનાજ વિતરણ

અન્ય સમાચારો પણ છે...