તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રોનની મદદથી 3 સ્થળે દરોડા, ક્રિકેટ રમતા 14 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન હોવા છતાં કેટલાક તત્ત્વો નિયમોનો ઉલાળિયો કરી ઘરની બહાર નીકળી ટોળે વળતા હોય છે આવા લોકોને ઝડપવા પોલીસ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહી છે. શહેર પોલીસે જુદા જુદા ત્રણ સ્થળે ડ્રોનની મદદથી દરોડા પાડી ક્રિકેટ રમી રહેલા 20 શખ્સ સામે ગુનો નોંધી 14ને ઝડપી લીધા હતા જ્યારે નાસી છૂટેલા 6 શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

શેરી ગલીઓમાં ચારથી વધુ લોકો એકઠા થઇ જાહેરનામાનો ભંગ કરતા લોકોને પકડવા ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી અને પીએસઆઇ ધાખડા સહિતની ટીમે જુદા જુદા વિસ્તારોમાં ડ્રોન ઉડાવી પેટ્રોલિંગ કર્યું હતું. રાજનગર ચોક નજીક શેરીમાં ક્રિકેટ રમાઇ રહ્યાનું કેમેરામાં કેદ થતાં પોલીસ દોડી ગઇ હતી અને પોલીસે ત્યાંથી ધવલ ચંદુ વિસપરા તથા રાહુલ પ્રભાત સોલંકીને ઝડપી લીધા હતા જ્યારે નાસી છૂટેલા મયુર દલપત ગોહેલ, જયદીપ બકા રાઠોડ, ભૂરો વરમોરા, ભાવેશ દેવડા, નદીમ અજિત પીંજારા અને નવીદ અજિત પીંજારાની શોધખોળ શરૂ કરી હતી.

બાલાજી હોલ નજીક ખીજડાવાળા રોડ પાસેથી રમીઝ મયુદ્દીન પીલુડિયા, રૂત્વિક હરેશ સીતાપરા, જયેશ વિઠલ જોટાણિયા, સમીર રમેશ ચાવડા, ચેતન મુકેશ કવા, દર્શન બિપીન વિસપરા, કરણ જયેશ વાઘેલા તથા મયૂર શાંતિલાલ સોલંકીની ધરપકડ કરી હતી.

150 ફૂટ રિંગ રોડ પર રૂશિકા એક્ઝોટિકા એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમી રહેલા નૈનેશ ગોરધન ધીંગાણી, સોહમ મિલન સાકરિયા, હર્ષ સુધીર સોઢા તથા મીત પ્રવીણ પાડલિયાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ બેટ, ત્રણ બોલ અને ત્રણ સ્ટમ્પ પણ જપ્ત કર્યા હતા.

6 નાસી ગયા, લોકડાઉન હોવા છતાં નિયમોનો ઉલાળિયો કરી ક્રિકેટ રમવાનું ભારે પડ્યું

અન્ય સમાચારો પણ છે...