તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇપીએલના મેચ પર સટ્ટો રમાડતા બે ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થતાની સાથે જ સટ્ટો રમાડવા સક્રિય થયા છે. પોલીસ આવા સટ્ટાખોરો પર બાજનજર રાખી ઝડપી રહી છે, ત્યારે ગાંધીગ્રામમાં લાખના બંગલા રોડ પર મારુતિ હોલ નજીક બે શખ્સ જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી અક્ષરનગરમાં રહેતા મીત ચંદ્રેશભાઇ કોટક અને ધર્મેશ વિનોદભાઇ રાઠોડ નામના શખ્સને ઝડપી લીધા હતા. બંને શખ્સ જાહેરમાં ઊભા રહી લાયન ડાયમંડ એપ્લિકેશન પર મોબાઇલ ફોન દ્વારા હૈદ્રાબાદ અને દિલ્હી વચ્ચેના આઇપીએલ મેચ પર હારજીત, ઓવર, રનના ભાવ લઇ જુગાર રમાડતા હતા. ગાંધીગ્રામ પોલીસે બંને પાસેથી મોબાઇલ, રોકડા રૂ.13,270 કબજે કરી જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...