તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે મહિના પૂર્વે જ પરણેલા કારખાનેદારનો ઝેરી દવા પી આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા અને બે મહિના પૂર્વે જ પરણેલા કારખાનેદારે ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લીધો હતો. ધંધામાં મંદી આવતાં યુવકે પગલું ભર્યાનું ખુલ્યું હતું.

મોરબી રોડ પરના બ્રાહ્મણિયાપરામાં રહેતા નિરવ જયંતીભાઇ ભાંભરે (ઉ.વ.21) ગત તા.21ના સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને શનિવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નિરવ બે બહેનનો એકનો એક ભાઇ હતો અને કારખાનું ધરાવતો હતો. નિરવના બે મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. ધંધામાં મંદીને કારણે યુવકે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો