તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંક્ચર થયેલી કાર પાસે ઊભેલા બે પિતરાઇના ટ્રક અડફેટે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મુંઢીયાસ ગામના વતની અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહેતા અને પત્રકારનાં વ્યવસાય સાથે જોડાયેલા કંચનબેનનાં પતિ રમેશભાઈ સાવલીયાને પેરાલીસીસનો હુમલો આવ્યો હતો. તેમનાં પત્ની પતિને સાજા કરવા માટે અથાક પ્રયાસ કરી સારવાર કરાવતા હતા. ત્યારે પેરાલીસીસનાં દર્દીને આર્યુવેદની સારવાર આપી ખાસ કરીને બકરીનાં દુધના સેવનથી ઝડપથી સાજા થઇ જતા હોવાનું જાણવા મળ્યુ હતું. રાજકોટના કોટડા ગામે રહેતા તેમના સગાને ત્યાં બકરી ઘણી હતી. ત્યા તાજુ અને ચોખ્ખુ બકરીનું દૂધ મળી રહે તે માટે પતિને કોટડા લઇને થોડા સમય માટે રહેવા જતા હતા. ભાભી એકલા ને પોતાના ભાઈને ઉચકી લઇ જવા લાવવા કે સારવાર કરવામાં મુશ્કેલી પડે. આથી ભાઈને સાજા કરવા અને ભાભીને મદદ કરવા માટે દિયર વિનુભાઈ સાવલીયા પણ સાથે આવ્યા હતા. બુધવારે રાત્રે સુરતથી નિકળ્યા બાદ બામણબોર પાસે આવતા કારના ટાયરમાં પંચર પડયુ હતું. આથી દિયર વિનુભાઈ અને ડ્રાયવર રણજીતભાઈ જીવાભાઈ બારમલીયા ટાયર બદલવા માટે નીચે ઉતર્યા હતા. તે સમયે વહેલી સવારે 6.30ના અરસામાં અચાનક ધસમસતી ટ્રક આવી અને નીચે ઉભેલા વિનુભાઈ નાનજીભાઈ સાવલીયા તથા ડ્રાયવર રણજીતભાઈને અડફેટે લેતા બંનેના મોત થયા હતા. બાદમાં કારને ઠોકર મારતા તેમાં બેઠેલા કંચનબેન તથા તેમના પતિ રમેશભાઈ નાનજીભાઈ સાવલીયાને ઇજા થઇ હતી. બનાવની જાણ થતા ચોટીલા 108નાં ઇએમટી મહેશભાઈ તથા પાયલોટ દલસુખભાઈ ઇજાગ્રસ્તોને લઇ ચોટીલા હોસ્પિટલે આવ્યા હતા. જ્યા તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.

અમે કાંઇ પણ સમજીએ તે પહેલા બધુ ઘડીકમાં બની ગયું
ગાડીનાં ટાયરમાં પંચર પડતા દિયર અને ડ્રાયવર નીચે ઉતર્યા હતા. જેના થોડા સમયમાં ધસમસતી ટ્રક આવી અને બંનેને અડફેટે લીધા બાદ ગાડી સાથે ટ્રક અથડાઇ મને અને પતિને ઇજા થઇ. બધુ અમારી નજર સાથે ઘડીના છઠ્ઠા ભાગમાં બની ગયુ. કંચનબેન સાવલીયા, મૃતકના ભાભીમૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મુંઢીયાસ ગામના વતની અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહેતા અને પત્રકારનાં વ્યવસાય સાથે જોડાયેલા કંચનબેનનાં પતિ રમેશભાઈ સાવલીયાને પેરાલીસીસનો હુમલો આવ્યો હતો. તેમનાં પત્ની પતિને સાજા કરવા માટે અથાક પ્રયાસ કરી સારવાર કરાવતા હતા. ત્યારે પેરાલીસીસનાં દર્દીને આર્યુવેદની સારવાર આપી ખાસ કરીને બકરીનાં દુધના સેવનથી ઝડપથી સાજા થઇ જતા હોવાનું જાણવા મળ્યુ હતું. રાજકોટના કોટડા ગામે રહેતા તેમના સગાને ત્યાં બકરી ઘણી હતી. ત્યા તાજુ અને ચોખ્ખુ બકરીનું દૂધ મળી રહે તે માટે પતિને કોટડા લઇને થોડા સમય માટે રહેવા જતા હતા. ભાભી એકલા ને પોતાના ભાઈને ઉચકી લઇ જવા લાવવા કે સારવાર કરવામાં મુશ્કેલી પડે. આથી ભાઈને સાજા કરવા અને ભાભીને મદદ કરવા માટે દિયર વિનુભાઈ સાવલીયા પણ સાથે આવ્યા હતા. બુધવારે રાત્રે સુરતથી નિકળ્યા બાદ બામણબોર પાસે આવતા કારના ટાયરમાં પંચર પડયુ હતું. આથી દિયર વિનુભાઈ અને ડ્રાયવર રણજીતભાઈ જીવાભાઈ બારમલીયા ટાયર બદલવા માટે નીચે ઉતર્યા હતા. તે સમયે વહેલી સવારે 6.30ના અરસામાં અચાનક ધસમસતી ટ્રક આવી અને નીચે ઉભેલા વિનુભાઈ નાનજીભાઈ સાવલીયા તથા ડ્રાયવર રણજીતભાઈને અડફેટે લેતા બંનેના મોત થયા હતા. બાદમાં કારને ઠોકર મારતા તેમાં બેઠેલા કંચનબેન તથા તેમના પતિ રમેશભાઈ નાનજીભાઈ સાવલીયાને ઇજા થઇ હતી. બનાવની જાણ થતા ચોટીલા 108નાં ઇએમટી મહેશભાઈ તથા પાયલોટ દલસુખભાઈ ઇજાગ્રસ્તોને લઇ ચોટીલા હોસ્પિટલે આવ્યા હતા. જ્યા તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...