તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Twenty Two Coughs Were Screened In Seven Aging Laboratories Two Coughing And Coughing 072018

સાત વૃદ્ધાશ્રમમાં 202 વૃદ્ધોની તપાસ, બેને શરદી-ઉધરસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના ઇફેક્ટ વૃદ્ધોને વધુ થતી હોવાથી 60 વર્ષથી વધુ વયના રાજકોટ શહેર-જિલ્લાના 3 લાખ જેટલા વૃદ્ધોના આરોગ્યની ચકાસણી માટે તંત્રે કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે સાત વૃદ્ધાશ્રમોમાં તપાસ પૂરી કરી લેવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હાલમાં સાત વૃદ્ધાશ્રમમાં 202 વૃદ્ધોના આરોગ્યની તપાસ પૂરી કરી લેવામાં આવી છે અને તેમાં માત્ર બે વૃદ્ધને શરદી-ઉધરસની બીમારી જોવા મળી છે. હવે શહેરી વિસ્તારના વૃદ્ધોના આરોગ્યની તપાસ માટે વિવિધ ટીમો દોડાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...