સ્વરક્ષણ માટે વિદ્યાર્થિનીઓને અપાશે તાલીમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાની 813 પ્રાથમિક શાળાઓમાં ધો. 6થી 8માં અભ્યાસ કરતી 24000 વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ માટેની તાલીમ શિબિરનો પ્રારંભ કરાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા અનુસાર વર્તમાન સમયે છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓને ધ્યાને લઈ વિદ્યાર્થિનીઓ પોતાનુ રક્ષણ જાતે કરી શકે તે માટે ઉચ્ચ પ્રાથમિક શાળાઓની વિદ્યાર્થિનીઓને 3 મહિનાની ખાસ તાલીમ અપાશે જેમાં કરાટે, જૂડો, પંચિગ, બ્લોકિંગ અને રેસલિંગ જેવી પાયાની સ્વરક્ષણની રીત શિખવવામાં આવશે.