GSTમાં સહજ-સરળ ફોર્મ પાછા ખેંચી લેતા વેપારીઓ હેરાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીમાં નાના- વેપારીઓ હજુ હેરાન થઈ રહ્યા છે. તેઓને ફોર્મ ભરતા આવડતું નથી અને ટેક્સ કન્સલ્ટન્ટ કે સીએને ફી ચૂકવી શકતા નથી. આવા વેપારીઓની સરળતા માટે જીએસટી કાઉન્સિલે સરળ-સહજ ફોર્મ રજૂ કર્યા હતા. જે વેબ પર મૂકી પણ દેવામાં આવ્યા હતા. ફોર્મ મુકાયાના થોડા જ દિવસોમાં ફોર્મ પરત ખેંચી લેવાતા વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે. વેપારીઓના ફોર્મ નહીં ભરાતા તેની ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ અટવાઈ ગઈ છે. પરિણામે તેની વર્કિંગ કેપિટલ પણ વધી ગઈ છે. રાજકોટમાં અંદાજિત 1 હજારથી વધુ નાના વેપારીઓ એવા હશે કે જેના ફોર્મ કે રિટર્ન હજુ ભરાયા નથી. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ દીપક ચેતા જણાવે છે કે, આવા વેપારીઓના ડેટા મેચ થાય તો જ વેપારીઓને ટેક્સ ક્રેડિટ મળશે અન્યથા નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...