તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટી.પી. ફાઇનલ ન થતા જમીનના કબજા ન મળ્યા, સ્માર્ટ સિટીમાં રાજકોટનો રેન્ક 29માંથી 43 થયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્માર્ટ સિટી હેઠળ રૈયા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.32 (રૈયા) બનાવવામાં આવી હતી. જે મુસદ્દારૂપ નગર રચના યોજનાને મંજૂરી મળી ગઇ છે, પરંતુ ફાઇનલ મંજૂરી મળી ન હોવાથી સ્માર્ટ સિટીને જમીનના કબજા મળ્યા નથી. પરિણામે સ્માર્ટ સિટીના આ વિસ્તારમાં આકાર લેનાર પ્રોજેક્ટોના કામ શરૂ થઇ શક્યા નથી. માત્ર આ વિસ્તારના રોડના કામ જ શરૂ થઇ શક્યા છે. પરિણામે દેશમાં સ્માર્ટ સિટી રાજકોટનો રેન્ક 29માંથી 43 થયો છે.

રાજકોટ શહેર સ્માર્ટ સિટી હેઠળ આ વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ કોમ્પ્લેક્સ, મલ્ટિ એક્ટિવિટી સેન્ટર, બીઆરટીએસ કોરિડોર, કોન્વેન્શન સેન્ટર સહિત પ્રોજેક્ટો આગળ વધી શક્યા નથી.

60 મીટરનો રોડ બનશે

{ 1.50 કિલોમીટરનો 60 મીટર પહોળો રોડ

{ 3.41 કિલોમીટરનો 45 મીટર પહોળો રોડ

{ 1.96 કિલોમીટરનો 40 મીટર પહોળો રોડ

{ 2.31 કિલોમીટરનો 36 મીટર પહોળો રોડ

{ 4.66 કિલોમીટરનો 24 મીટર પહોળો રોડ

{ 580 મીટરનો 18 મીટર પહોળો રોડ

{ 802 મીટરનો 12 મીટર પહોળો રોડ

રેન્કિંગમાં સુધારો થવાની આશા છે

સ્માર્ટ સિટીના સીઇઓ ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સએ દેશના સ્માર્ટ સિટી રેન્કિંગ સિસ્ટમમાં સુધારો કર્યો છે. હાલ જે રેન્ક જાહેર થયો છે તેમાં દેશના જુદા જુદા શહેરોની જુદા જુદા સમયે પસંદગી થઇ હતી. રાજકોટ શહેરની ત્રણ વર્ષ પહેલા પસંદગી થઇ અને અન્ય શહેરોની પાંચ વર્ષ પહેલા પસંદગી થઇ હોય તે તમામનું સાથે રેન્કિંગ આપ્યું છે. તેમજ આપણા તરફથી મોકલવામાં આવેલા ડેટાનું અર્થઘટન ખોટું થયું હોય તેવું લાગે છે તેથી આપણે ત્યાં ધ્યાન દોર્યું છે. સપ્તાહમાં રેન્કિંગમાં સુધારો થવાની આશા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો