તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં પણ રમાશે IPL જેવી ટૂર્નામેન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટની રમતમાં ખૂબ જ જાણીતી થયેલી ઇન્ડિયન પ્રીમયર લીગથી અનેક ઉભરતા ક્રિકેટરો ટીમ ઇન્ડિયાને મળ્યા છે. ત્યારે આવો જ અભિગમ સૌરાષ્ટ્ર ક્રિકેટ અેસોશીએશને અપનાવી આઇપીએલની જેમ સૌરાષ્ટ્ર પ્રીમયર લીગ રમાડવાનો નિર્ણય કર્યો છે. આ ટૂર્નામેન્ટ થકી સૌરાષ્ટ્રભરના સિનિયર ખેલાડીઓ ઉપરાંત જુનીયર ખેલાડીઓ પણ તેમની અંદર છુપાયેલી પ્રતિભાનો નિખાર બતાવશે. પહેલી જ વખત રમાનાર સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ આગામી 14 મેથી શરૂ થશે. તે પૂર્વે આ ટૂર્નામેન્ટ આ વર્ષે પાંચ ટીમો સામેલ થઇ છે. જે પાંચ ટીમો સામેલ થઇ છે તે ટીમોના માલિક આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેલાડીઓની પસંદગી કરશે. ત્યારબાદ ફાઇનલ ટીમ જાહેર થશે. એસપીએલમાં સામેલ થયેલી પાંચેય ટીમોના નામ પણ સૌરાષ્ટ્રના પ્રાંત મુજબના રાખવામાં આવ્યા છે. પ્રથમ વર્ષે પાંચ ટીમ વચ્ચે 10 મેચ રમાશે. જે લીગમાં સૌથી વધુ પોઇન્ટ મેળવશે તે પ્રથમ બે ટીમો વચ્ચે 22 મેના રોજ ફાઇનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટના તમામ મેચનું સ્પોર્ટસ ચેનલ પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. આઇપીએલ ફોર્મેટ મુજબ જ આ ટૂર્નામેન્ટ રમાનાર હોય સૌરાષ્ટ્રના ક્રિકેટરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્પોર્ટસ રિપોર્ટર | રાજકોટ

જામનગરના જેએમસી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ઓપન સૌરાષ્ટ્ર સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં રાજકોટના જુદી જુદી વયના છ તરવૈયાઓએ શાનદાર પ્રદર્શન કરી વિવિધ ઇવેન્ટમાં 14 મેડલ મેળવ્યાં છે. U-19 ગર્લ્સમાં કૃપા કક્કડે 50મી. બ્રેસ્ટસ્ટ્રોક (0.46)માં ગોલ્ડ, 50મી.ફ્રી સ્ટાઇલ (0.34.72)માં ગોલ્ડ, 100મી.ફ્રી સ્ટાઇલ (1.17.92)માં ગોલ્ડ, નેન્સી પરમારે 50મી.,100મી. બટરફ્લાયમાં બે સિલ્વર, બોયઝમાં લખન લાખાણીએ 50મી.બ્રેસ્ટસ્ટ્રોકમાં બ્રોન્ઝ, 100મી.બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર મેડલ, U-14 ગર્લ્સમાં પરી ગઢિયાએ 50મી.બ્રેસ્ટસ્ટ્રોક (49.01), 100મી.ફ્રી સ્ટાઇલ (1.20.02), 100મી.બેકસ્ટ્રોક (1.30)માં 3 ગોલ્ડ, બોયઝમાં વેદાંત જોષી 50મી.બટરફ્લાય (00.38.94)માં ગોલ્ડ, 50મી.ફ્રી સ્ટાઇલ (00.34.75)માં બ્રોન્ઝ, દિવ્યરાજ ચુડાસમાએ 100મી.બેકસ્ટ્રોક (01.41.78)માં ગોલ્ડ, 50મી.બેકસ્ટ્રોક (00.44.66)માં સિલ્વર મેડલ મેળવ્યો છે. મેડલ મેળવી શહેરનું નામ રોશન કરનાર છએય સ્વિમરો કોચ સાગર કક્કડ પાસે તાલીમ મેળવી રહ્યાં છે.

નેશનલ પાવરલિફ્ટિંગમાં ભાવિનનું ઉત્તમ પ્રદર્શન
રાજકોટ | પાવરલિફ્ટિંગ ફેડરેશન દ્વારા કોલકાતા ખાતે સબ જુનિયર, જુનિયર બોયઝ, ગર્લ્સની પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં રાજકોટની અમથીબા વિદ્યાલયમાં ધો.11માં અભ્યાસ કરતા ભાવિન મિતેશભાઇ આહીરે સબ જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો. ભાવિને ડેડલિફ્ટ, બેંચ પ્રેસ અને સ્કવોટમાં કુલ 115 કિ.ગ્રા. વજન ઉપાડી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ભાવિન કોચ અશફાક ઘૂમરા પાસે તાલીમ મેળવે છે.

રાજ્યકક્ષાની લોન ટેનિસમાં કેવલ મોદી પ્રથમ
રાજકોટ | રાજ્યકક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં વી.જે.મોદી સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતા મોદી કેવલે તેના વય જૂથમાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે. શાળાના ટ્રસ્ટી ડો.આર.પી.મોદીએ અભિનંદન પાઠવ્યા છે.

Sports
Sports
સૌરાષ્ટ્ર ગુરુકુળ પ્રીમિયર લીગમાં છગ્ગા-ચોગ્ગાની જમાવટ
44 બોલ, 5 ચોગ્ગા, 13 સિક્સર સાથે ચિરાગે ફટકાર્યા 109 રન
રાજકોટ | રીબડા એસજીવીપીમાં રમાઇ રહેલા સૌરાષ્ટ્ર ગુરુકુળ પ્રીમિયર લીગ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં છગ્ગા-ચોગ્ગાની જમાવટ શરૂ થઇ છે. પ્રથમ મેચ સર ભાવસિંહજી સી.સી. અને ડ્રાઇવ ઇન ઇલેવન વચ્ચે રમાયો હતો. સર ભાવસિંહજીએ ટોસ જીતી પહેલો દાવ લીધો હતો. જેમાં 8 વિકેટ ગુમાવી 262 રન ફટકાર્યા હતા. સર ભાવસિંહજી ટીમના ચિરાગ સિસોદિયાએ માત્ર 44 બોલમાં 5 ચોગ્ગા, 13 છગ્ગાની મદદથી શાનદાર 109 રન ફટકાર્યા હતા, તેમજ એઝાઝે 45 રન કર્યા હતા, જ્યારે ડ્રાઇવ ઇન ઇલેવનના વિશાલ વસોયાએ 4 અને પ્રશાંત માંડવિયાએ 2 વિકેટ મેળવી હતી. બીજી તરફ તોતિંગ જુમલા સામે ડ્રાઇવ ઇન ઇલેવનની ટીમ 13.4 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 130 રન જ કરી શકતા સર ભાવસિંહજી ટીમનો 132 રને વિજય થયો હતો. કિશન પરમારે 77 રન કર્યા હતા, જ્યારે સત્યજીતસિંહ ગોહિલે 4 અને પાર્થ ચૌહાણે 3 વિકેટ મેળવી હતી. અન્ય એક મેચ યદુનંદન ઇલેવન અને શિવ રુદ્ર ઇલેવન વચ્ચે મેચ રમાયો હતો. શિવ રુદ્રએ ટોસ જીતી યદુનંદનને દાવ દીધો હતો. યદુનંદન ઇલેવને 9 વિકેટ ગુમાવી 189 રન કર્યા હતા. સાહિલે 49, સાગર જોગિયાણીએ 37 રન કર્યા હતા, જ્યારે રોનક લીંબડિયાએ 3 વિકેટ મેળવી હતી. બીજી તરફ શિવ રુદ્રની ટીમ 18.5 ઓવરમાં માત્ર 91 રન જ કરી શકતા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. યદુનંદન ઇલેવના દિવ્યરાજ ચૌહાણે 5 અને હુનેજ પઠાણે 3 વિકેટ મેળવી હતી.

રાજકોટમાં ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે
સ્પોર્ટસ રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાના યજમાનપદ હેઠળ આગામી મે મહિનાના અંતમાં ઇન્ટર કોર્પોરેશન ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની કમિશનર ઇલેવન, મેયર ઇલેવનની કુલ 16 ટીમ ભાગ લેશે. ગત ટૂર્નામેન્ટમાં રાજકોટની કમિશનર તેમજ મેયર ઇલેવનની ટીમ સુરત સામે સેમિફાઇનલ મેચમાં હારી ગઇ હતી. સુરત મહાનગરપાલિકામાં સ્પોર્ટસ ક્વોટા અંતર્ગત ખેલાડીઓની ભરતી કરવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ મહાનગરપાલિકામાં આવી પધ્ધતિનો અમલ કરવામાં આવ્યો નથી. જો મનપામાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં ખેલાડીઓની સ્પોર્ટસ ક્વોટામાં ભરતી કરવામાં આવે તો ચોક્કસપણે સ્પોર્ટસમાં રાજકોટ મહાનગરપાલિકાનો ડંકો વાગી શકે.

રાજકોટ, ગુરુવાર 11 એપ્રિલ, 2019 | 8

સૌરાષ્ટ્ર પ્રીમયર લીગની આ છે પાંચ ટીમ
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું પહેલી જ વખત રમાવાની હોય આ ટૂર્નામેન્ટમાં પહેલાં જ વર્ષે પાંચ ટીમો ભાગ લઇ રહી છે. જેમાં સોરઠ લાયન્સ, ગોહિલવાડ ગ્લેડીયેટર્સ, હાલાર હીરોર્સ, ઝાલાવાડ રોયલ, કચ્છ વોરીયર્સની ટીમોનો સમાવેશ થાય છે. આ ટીમોના ફ્રેન્ચાઇઝી સૌરાષ્ટ્રના ખેલાડીઓની પસંદગી કરી ટીમમાં સામેલ કરશે.

ચેતેશ્વર પુજારા સહિતના ક્રિકેટરો રમશે લીગ
આઇપીએલથી વંચિત સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારા, ધર્મેન્દ્ર જાડેજા, સેલ્ડન જેકશન, અર્પિત વસાવડા, કમલેશ મકવાણા, યુવરાજ જાડેજા સહિતના રણજી ખેલાડીઓ આ એસપીએલ ટૂર્નામેન્ટમાં રમશે.

અન્ય સમાચારો પણ છે...