તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Tomorrow The Bank Will Have Closing Accounts The Bank Will Be Closed To The Public 065124

કાલે બેંકમાં ક્લોઝિંગ હિસાબો થશે, લોકો માટે બેંક બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. આજે મંગળવારે સાંજે 6 પછી બેંકમાં હિસાબોનું ક્લોઝિંગ શરૂ થશે. આ હિસાબોની પતાવટ બુધવારે પહેલી એપ્રિલે સાંજે પૂરી થશે. જેને કારણે બુધવારે એક દિવસ માટે જાહેર જનતા બેન્કિંગ સેવાનો લાભ લઇ શકશે નહીં. જ્યારે સોમવારે ઉઘડતી બજાર હોઈ અને આખર તારીખ હોઈ બેંકમાંથી પૈસા ઉપાડવા માટે લોકોનો ધસારો રહ્યો હતો.

બેંકમાં ક્લિયરિંગ શાખામાં ફરજ બજાવતા ભાવેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી બેંકમાં નાણાકીય લેવડ દેવડ માટે આવતા કર્મચારીની સંખ્યા ઘટી ગઈ છે. પહેલા રોજના 2000 ચેક ક્લિયરિંગ માટે આવતા હતા એના બદલે હવે માત્ર રોજના 500 જ ચેક ક્લિયરિંગ માટે આવે છે. હાલ બેંકમાં કામ માટે આવતા અરજદારો અને કામ કરતા કર્મચારીની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. દરેક કર્મચારીઓ અંતર રાખીને બેસે છે અને જે અરજદારો આવે તેઓની વચ્ચે અંતર જળવાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. નવા નાણાકીય વર્ષે બેંકના આખા વર્ષના હિસાબો ક્લોઝ કરવાના હોય છે. જેની કામગીરી આજે મંગળવાર સાંજે 6 પછી થી શરૂ થશે જે બુધવારે પણ આ કામગીરી ચાલુ રહેશે. જેથી બેંકમાં કાલે બુધવારે અરજદારો પૈસાની લેવડ દેવડ કરી શકશે નહીં.જ્યારે બેંકના કર્મચારીઓ માટે રાબેતા મુજબની કામગીરી રહેશે. ગુરુવારે 2 એપ્રિલે બેંક રાબેતા મુજબ ચાલુ રહેશે.

આખર તારીખમાં પૈસા ઉપાડવા નોકરિયાતનો ધસારો


અન્ય સમાચારો પણ છે...