આજે રાજકોટ કોઇમ્બતુર ટ્રેન મોડી પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ડિવિઝનમાં વાંકાનેર - અમરસર સેક્શન વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ પર ચાલતી કામગીરીને પગલે 7મીએ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે. જેના પગલે આ સમય દરમિયાન લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે લાંબા અંતરની ટ્રેનો મોડી પડશે. જેમાં રાજકોટ - કોઈમ્બતૂર એક્સપ્રેસ 30 મિનિટ, રાજકોટ - અમદાવાદ પેસેન્જર 1 કલાક, બાંદ્રા - જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 45 મિનિટ અને જામનગર - સુરત ઈન્ટરસિટી એક્સપ્રેસ 20 મિનિટ મોડી પડશે.

અન્ય સમાચારો પણ છે...