તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Three Persons Were Arrested Five Were Arrested And 3 Were Arrested 072118

8 લાખ મળતાં 3 શખ્સો કાર લઇને ભાગ્યા, 3ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવા રોડ પર ગત તા.8ના ફરજ બજાવી રહેલી સ્ટેટિક સ્કવોડની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક કારમાંથી રૂ.8 લાખ રોકડા મળ્યા હતા. ચેકિંગ ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે ત્રિપુટી રોકડ સાથે કાર લઇને નાસી જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

સિંચાઇ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને હાલમાં સ્ટેટિક સ્કવોડનો હવાલો સંભાળતા રત્નાભાઇ રવજીભાઇ વરસાણી અને તેના સાથી કર્મચારીઓ ગત તા.8ના કુવાડવા રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે સિલ્વર કલરની સ્કોર્પિયો પસાર થઇ હતી. ચેકિંગ ટીમે સ્કોર્પિયોની તલાશી લેતા તેમાં રહેલી બેગમાંથી રોકડા રૂ.8 લાખ મળી આવ્યા હતા. એકસાથે રૂ.8 લાખ મળતા રત્નાભાઇ વરસાણી સહિતના સ્ટાફે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી તે વખતે કાર ચાલક સરદાર પટેલ કોલોનીમાં રહેતા વિરમ ગેલા ગમરા અને તેની સાથે કારમાં બેઠેલા ગુંદાળાના જગદીશ રતા ગમારા અને નારણ વેલા ગમારાએ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી રોકડ ભરેલી બેગ સાથે લઇ કારમાં નાસી ગયા હતા.

આ મામલે રત્નાભાઇની ફરિયાદ પરથી બી.ડિવિઝનના પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે ઉપરોક્ત ત્રણેય આરોપીઓની અંતે ધરપકડ કરી હતી. આરોપીઓએ કેફિયત આપી હતી કે, પોતાની પાસે રહેલી રૂ.8 લાખની રોકડ વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા પેટ્રોલ પંપની હતી અને બેંકમાં જમા કરાવવાની હતી, જો તે સમયે રકમ બેંકમાં જમા કરાવવામાં આવી નહોત તો પેનલ્ટી લાગવાની હતી જે કારણે રોકડ ભરેલો થેલો લઇને જતા રહ્યા હતા. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...