તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલથી ત્રિ-દિવસીય યુવક મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 સપ્ટેમ્બરને રવિવારે 49મા યુવક મહોત્સવ ઇન્દ્રધનુષ-2019નું અને ટેબ્લેટ વિતરણનું મુખ્યમંત્રી હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવનાર છે અને ત્યારબાદ યુપીએસસી કોચિંગ સેન્ટર, સીસીડીસીની અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ અને આંકડાશાસ્ત્ર ભવનના રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્દઘાટન તથા એલ્યુમીની એસોસિએશનની વેબસાઇટનું ડિજિટલ લોન્ચિંગ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિ.ના યુવક મહોત્સવમાંથી વીઆઇપી કલ્ચરને નાબૂદ કરવામાં આવ્યું છે.

પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા યોજાતા ત્રિ-દિવસીય યુવક મહોત્સવમાં 33 સ્પર્ધાઓમાં 106 કોલેજના 2414 થી વધુ સ્પર્ધકો જોડાશે અને 100થી ‌વધુ નિર્ણાયકો વિવિધ સ્પર્ધાઓના પરિણામો નક્કી કરશે. યુવક મહોત્સવના ઉદ્દઘાટન કાર્યક્રમમાં તરણેતર મેળાના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ, ચેતન જેઠવા ગ્રૂપ દ્વારા સામૂહિક નૃત્ય ગરબા અને મંથન જોશી દ્વારા સંગીતની સૂરાવલીની પ્રસ્તુતિ કરાશે. આ કાર્યક્રમના સ્થળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એનસીસી કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અપવામાં આવશે. તેમજ આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા પણ ઉપસ્થિત રહેશે.

યુવક મહોત્સવના ઉદ્દઘાટનના કાર્યક્રમ સાથે ધો.12 પાસ કરી કોલેજમાં પ્રવેશ કરનારા 36694 વિદ્યાર્થીઓને રૂ.1 હજારના ટોકન દરે રૂ.14500ના દરના 4જી ટેબલેટ વિતરણ કરાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થીઓને ડ્રાયફૂડ પેકેટ અને ફ્રૂટી જ્યૂસના પેકેટ આપવામાં આવશે. તેમજ યુવક મહોત્સવનું તથા ટેબ્લેટ વિતરણના કાર્યક્રમનું લાઇવ વેબકાસ્ટિંગ કમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર ડો.પીયુષ ગોસ્વામીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાનાર અડધો ડઝનથી ‌ધુ કાર્યક્રમોને સફળ બનાવવા કુલપતિ ડો.નિતિન પેથાણી અને કો-ઓર્ડીનેટર ડો.મેહુલ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની ટીમ અને ભવનના અધ્યાપકો જહેમત ઉઠાવી રહ્યા છે. ડોમ સહિતના સ્થળે જ્યાં રમત ગમતનું આયોજન કરાયું છે ત્યાં વોટરપ્રૂફ ડોમ બનાવાયા છે. પણ જો આખો દિવસ વરસાદ વરસતો રહેશે તો આયોજકો મુશ્કેલીમાં મૂકાશે.

મહોત્સવની મજા મેઘો બગાડે તેવા સંકેતો
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘાવી માહોલ છવાયેલો છે અને યુવક મહોત્સવના ઉદધાટન સમારોહનો ડોમ જયાં નખાઇ રહ્યા છે ત્યાં પણ આસપાસ પાણીના ખાબોચીયા ભરાતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ભરતી નાખવામાં આવી હતી.

યુવક મહોત્સવમાં કોઇ વીઆઇપી નહી
પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે યુવક મહોત્સવમાંથી પ્રથમ વખત વીઆઇપી કલ્ચર દુર કરવામાં આવ્યું છે અને આમંત્રિતો, સ્ટાફ અને સ્પર્ધકો માટે એકસરખી રૂ.95ની ભોજનની ડીશ નક્કિ કરવામાં આવી છે તેમજ બેઠક વ્યવસ્થામાં પણ કોઇ વીઆઇપી પાસ ઇસ્યુ કરાયા નથી.

એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 સપ્ટેમ્બરને રવિવારે 49મા યુવક મહોત્સવ ઇન્દ્રધનુષ-2019નું અને ટેબ્લેટ વિતરણનું મુખ્યમંત્રી હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવનાર છે અને ત્યારબાદ યુપીએસસી કોચિંગ સેન્ટર, સીસીડીસીની અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ અને આંકડાશાસ્ત્ર ભવનના રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્દઘાટન તથા એલ્યુમીની એસોસિએશનની વેબસાઇટનું ડિજિટલ લોન્ચિંગ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિ.ના યુવક મહોત્સવમાંથી વીઆઇપી કલ્ચરને નાબૂદ કરવામાં આવ્યું છે.

પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા યોજાતા ત્રિ-દિવસીય યુવક મહોત્સવમાં 33 સ્પર્ધાઓમાં 106 કોલેજના 2414 થી વધુ સ્પર્ધકો જોડાશે અને 100થી ‌વધુ નિર્ણાયકો વિવિધ સ્પર્ધાઓના પરિણામો નક્કી કરશે. યુવક મહોત્સવના ઉદ્દઘાટન કાર્યક્રમમાં તરણેતર મેળાના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ, ચેતન જેઠવા ગ્રૂપ દ્વારા સામૂહિક નૃત્ય ગરબા અને મંથન જોશી દ્વારા સંગીતની સૂરાવલીની પ્રસ્તુતિ કરાશે. આ કાર્યક્રમના સ્થળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એનસીસી કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અપવામાં આવશે. તેમજ આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા પણ ઉપસ્થિત રહેશે.

યુવક મહોત્સવના ઉદ્દઘાટનના કાર્યક્રમ સાથે ધો.12 પાસ કરી કોલેજમાં પ્રવેશ કરનારા 36694 વિદ્યાર્થીઓને રૂ.1 હજારના ટોકન દરે રૂ.14500ના દરના 4જી ટેબલેટ વિતરણ કરાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થીઓને ડ્રાયફૂડ પેકેટ અને ફ્રૂટી જ્યૂસના પેકેટ આપવામાં આવશે. તેમજ યુવક મહોત્સવનું તથા ટેબ્લેટ વિતરણના કાર્યક્રમનું લાઇવ વેબકાસ્ટિંગ કમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર ડો.પીયુષ ગોસ્વામીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાનાર અડધો ડઝનથી ‌ધુ કાર્યક્રમોને સફળ બનાવવા કુલપતિ ડો.નિતિન પેથાણી અને કો-ઓર્ડીનેટર ડો.મેહુલ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની ટીમ અને ભવનના અધ્યાપકો જહેમત ઉઠાવી રહ્યા છે. ડોમ સહિતના સ્થળે જ્યાં રમત ગમતનું આયોજન કરાયું છે ત્યાં વોટરપ્રૂફ ડોમ બનાવાયા છે. પણ જો આખો દિવસ વરસાદ વરસતો રહેશે તો આયોજકો મુશ્કેલીમાં મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...