તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખા-પૂરી એક્સપ્રેસમાં થર્ડ એ.સી કોચ જોડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

યાત્રિકોની સુવિધા અને ટ્રાફિક ઓછો કરવા માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી થઇને જતી ટ્રેન નં. 18402 ઓખા-પૂરી એક્સપ્રેસ અને 18401 પૂરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એ.સી કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ રેલવે ડિવિઝનલ મેનેજર પી.બી.નિનાવેએ જણાવ્યું છે કે, ઓખા-પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં 24 એપ્રિલ 2019થી અને પૂરી-ઓખા એક્સપ્રેસમાં 21 એપ્રિલ 2019થી કાયમી ધોરણે એક થર્ડ એ.સી કોચ લગાવવામાં આવશે. જેના કારણે આ ટ્રેનમાં 1 ટુ ટીયર એસી, 4 થ્રી ટીયર એસી, 9 સેકન્ડ કલાસ સ્લીપર અને 6 જનરલ કોચ, 2 લગેજવાન સહિત 23 કોચની સંખ્યા થશે.

અન્ય સમાચારો પણ છે...