તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News There Will Be Millions Of Blind Water Behind The Security At The University Surplus Checking 071551

યુનિવર્સિટીમાં સિક્યોરિટી પાછળ લાખોનું આંધણ પાણીમાં, સરપ્રાઇઝ ચેકિંગ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા થોડા સમયથી ચોરીના પ્રયાસો થવા, વિદેશી વિદ્યાર્થીને લૂંટી લેવાની ઘટના, છાનગપતિયા સહિતના કિસ્સાઓ વધતા સિકયોરીટી પાછળ કરાતું લાખોનું આંધણ પાણીમાં જઈ રહ્યું છે. પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા જ સીસીડીસી, બેન્ક અને મેથેમેટિકસ ભવનના તાળાં તૂટ્યા હતા. આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીને લૂંટી લેવાની ઘટના પણ બની હતી.

તેમજ બે દિવસ પૂર્વે લાઇબ્રેરીમાં રાત્રીના સમયે વિદ્યાર્થીની અને વિદ્યાર્થી વચ્ચે બબાલ થવાની ઘટના બની હતી. આથી તેમનું સરપ્રાઇઝ ચેકીંગ કરાશે અને તેમની બેદરકારી છતી થશે તો નોટીસ અપાશે.

અન્ય સમાચારો પણ છે...