તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News There Was A Message To Remove The Pressure From The Road But Nothing Happened On The Spot 073134

રોડ પરથી દબાણ દૂર કર્યાનો મેસેજ આવ્યો પણ સ્થળ પર કંઇ થયું નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મનપાએ શહેરીજનોની સુવિધા માટે કોલ સેન્ટર શરૂ કર્યું છે જેમાં લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોલ સેન્ટરમાં પંચાયતનગર ચોકમાં ફ્રૂટના ધંધાર્થીઓએ દબાણ ઊભું કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આઠ દિવસ બાદ દબાણ દૂર કરી દેવાયું હોવાનું મનપાએ એસએમએસથી જાણ કરી દીધી, પરંતુ સ્થળ પર દબાણ યથાવત્ જ હતું. મનપાએ ફરી એક વખત ઓનલાઇન ફરિયાદનો ઓનલાઇન જ નિકાલ કરી દીધો છે.

યુનિ. રોડ પર પંચાયતનગર ચોક આસપાસ મુખ્ય રોડ પર રેંકડી અને છકડો રિક્ષા રાખી ફ્રૂટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય રોડ પર દબાણ ઊભું કરી દેતા હોવાથી પંચાયતનગરમાં રહેતા તુષિત પાણેરીએ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં 4 નવેમ્બરના ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાવ્યાના આઠ દિવસ બાદ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે, પરંતુ દબાણ યથાવત્ હતું અને કોઇ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...