તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોણા ચાર કલાકમાં ધંધાર્થીના મકાનમાંથી ત્રણ લાખની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડ સિંગલિયા ક્વાર્ટરમાં રહેતા બંગડીના ધંધાર્થીનાં પોણા ચાર કલાક બંધ મકાનમાં તસ્કરોએ પગલાં પાડી રૂ.3 લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

બંગડી બનાવવાનો તેમજ બંગડીનો છોલ વેચવાનો ધંધો કરતા ખુશાલભાઇ પ્રફુલ્લભાઇ સેતા તેમના પરિવાર સાથે શુક્રવારે 8 વાગ્યે મોરબી રોડ પર રહેતા માતા-પિતા, ભાઇઓનાં ઘરે જમવા ગયા હતા. દરમિયાન મોટા ભાઇનો 11:30 વાગ્યાના અરસામાં ફોન આવ્યો હતો. અને તેમણે બંધ મકાનનું તાળું તૂટેલું હોવાની વાત કરી હતી. જેથી પોતે તુરંત ઘરે દોડી ગયા હતા. ઘરમાં તપાસ કરતા ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. ટેબલના ખાનામાં રાખેલા રોકડા રૂ.1.40 લાખ, 10 હજારનાં સિક્કા તેમજ બીજા રૂમના ટેબલના ખાનામાંથી 50 હજાર, કબાટમાં રાખેલા રૂ.1 લાખ ગાયબ હતા. જેની થોરાળા પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઇ પી.ડી.જાદવ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટના નિષ્ણાતની મદદથી તસ્કરનું પગેરું દબાવવા કવાયત હાથ ધરી છે. ચોરીમાં કોઇ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...