તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 લાખ રોકડા અને 40 તોલા સોનાની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મવડી પોલીસ હેડ ક્વાર્ટર સામે આવેલા આલાપ રોયલ પાર્કમાં ચોરીના બનાવની જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં બોરવેલ અને જમીન-મકાનનું કામ કાજ કરતા જીતુભાઇ સોરઠિયાના મકાનમાં ચોરી થઇ હોવાનું ખુલ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, જીતુભાઇ પરિવાર સાથે છેલ્લા પાંચેક દિવસથી જૂનાગઢ સ્થિત તેમના ફાર્મહાઉસ ગયા હતા. દરમિયાન શનિવારે સાંજે તેઓ જૂનાગઢથી રાજકોટ આવતા તેમના બંધ મકાનની ગ્રીલ તૂટેલી તેમજ ઘરમાં ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. બંધ મકાનમાંથી તસ્કરો રોકડા રૂ.8થી 10 લાખ તેમજ ચાલીસેક તોલા સોનાના ઘરેણાં ચોરી ગયાનું માલૂમ પડ્યું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...