તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Young Man Working On A Vehicle Finance Was Caught With A Slap 072612

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન ફાઇનાન્સનું કામ કરતો યુવાન તમંચા સાથે પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરમાંથી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા પોલીસે શરૂ કરેલી ઝુંબેશ દરમિયાન એક શખ્સ આજી ડેમ ચોકડીથી કિસાન ગૌશાળા જતા રસ્તા પર હથિયાર સાથે હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેથી પીએસઆઇ એસ.વી.સાખરા સહિતનો કાફલો દોડી ગયો અને ગૌશાળા પાસેથી એક શખ્સને પકડી તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવતા અટકાયત કરી હતી. પૂછપરછમાં તે આજી ડેમ પાસેના માનસરોવરપાર્ક-2માં રહેતો રવિરાજસિંહ મહિપતસિંહ રાણા હોવાનું અને તે મક્કમ ચોકમાં શિવાલિક કોમ્પ્લેક્સમાં વાહન ફાઇનાન્સનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે હથિયાર શોખ માટે એક ભૈયા પાસેથી ખરીદ્યાની કબૂલાત આપી હતી. પોલીસે રવિરાજસિંહની ધરપકડ કરી વિશેષ પૂછપરછ તેમજ પરપ્રાંતીયને પકડવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો