તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Young Man Injured In The Attack Died The Incident Turned Into Murder 065650

હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો, બનાવ હત્યામાં પલટાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુવાડવા રોડ પર આવેલા મેંગો માર્કેટ પાસે નવ દિવસ પહેલા હુમલામાં ઘવાયેલા સુરેશ ભોયાભાઇ જાડા (રે.નવાગામ, રંગીલાપાર્ક) નામના યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે. મૃતક યુવાન ગત તા.21ના રોજ બાઇક પર કુવાડવા રોડ પર આવેલા મેંગો માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આરોપી, કમલેશ અને સંજયે ઝઘડો કરી પાઇપ, ધોકાથી હુમલો કર્યો હતો. હુમલામાં સુરેશને ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો. તબિયત સારી થઇ જતા તે હોસ્પિટલમાંથી રજા લઇ ઘરે જતો રહ્યો બાદમાં શુક્રવારે સુરેશની તબિયત ફરી લથડતાં તે બેભાન થઇ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે સુરેશનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

પોલીસ તપાસમાં નવાગામ રંગીલાપાર્કમાં જ રહેતી સેજલ નામની યુવતી સાથે સગાઇ કરી હતી. સગાઇ બાદ તે મંગેતર અને સાસુ ભાવનાબેન સાથે રહેતો હતો. આ વિસ્તારમાં રહેતા કમલેશ ભરવાડે મંગેતરની છેડતી કરી હતી. જે મુદ્દે સાસુ ભાવનાબેને કમલેશ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. જેનો ખાર રાખી સુરેશને નવ દિવસ પહેલા બંને શખ્સોએ આંતરી અમે તને જ શોધતા હતા તે અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે ને તેમ કહી પાઇપ, ધોકા સાથે તૂટી પડ્યા હતા. પોલીસે હત્યાની કલમ ઉમેરી નાસી ગયેલા બંને શખ્સને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...