તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Woman39s Convention In The West Zone Of The Education Committee Today 034144

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ સમિતિનું આજે વેસ્ટ ઝોનમાં વાલી સંમેલન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા આયોજિત ત્રિદિવસીય વાલી સંમેલનમાં ગત શનિવારે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નં.63માં અને સોમવારે શ્રી ઠક્કરબાપા પ્રાથમિક શાળા નં.26 ખાતે વાલી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. મંગળવારે કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલી શાળા નં.69 અને નાનામવા મેઇન રોડ પર આવેલી શાળા નં.93 ખાતે વાલી સંમેલન યોજાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા નં.63માં અભ્યાસ કરી આ જ શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મનોજ ટાંક અને શાળા નં.73માં અભ્યાસ કરી હાલ શાળા નં.17માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પૂર્વીબેન ઠાકરનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું. શિક્ષણ સમિતિના આ સંમેલનમાં ઉપસ્થિત વાલીઓને વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત માહિતી પણ આપવામાં આવી હતી. વિવિધ શાળાના શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો