તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાજિયા ગેંગનો સાગરીત 4 પિસ્ટલ-તમંચા સાથે ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં એલસીબી પોલીસે ગુલાનગર નજીક બાતમીના આધારે વોચ ગોઠવી તાજીયા ગેંગના સાગરીત એવા લૈયારાના વતની હાલ રાજકોટમાં રહેતા શખ્સને બે પિસ્ટલ અને બે તમંચા ઉપરાંત 21 જીવંત કાર્ટીસ સાથે દબોચી લીધો હતો.પોલીસે ચાર હથિયાર અને કાર સહીત રૂ.3.32 લાખનો મુદામાલ કબજે કરી નામચીન શખ્સની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.આ હથિયાર રાધનપુરના તાજીયા ગેંગના જ શખ્સે સપ્લાય કર્યાનુ પણ ખુલ્યુ છે.

જામનગરમાં પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સુચનાથી એલસીબી પી.આઇ. રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, પ્રતાપભાઇ ખાચર અને અજયસિંહ ઝાલા સહીતની ટીમને તાજીયા ગેંગ સાથે સંકળાયેલો એક શખ્સ કારમાં રાજકોટથી જામનગર તરફ આવી રહયો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે ગુલાબનગર નજીક વોચ ગોઠવી હતી.

જે વેળાએ શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને પોલીસે આંતરીને ચો તરફ ઘેરો ઘાલી કોર્ડન કરીને અંદર તલાશી લેતા બે પિસ્ટલ ઉપરાંત બે તમંચા સહીત ચાર હથિયાર અને 21 જીવંત કાર્ટીસ મળી આવ્યા હતા.આથી પોલીસે કારની અંદર સવાર તાજીયા ગેંગના સાગરીત એવા નામચીન વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા(રે.હાલ રાજકોટ,મુળ લૈયારા)ને પકડી પાડયો હતો.પોલીસ પુછપરછમાં આ હથિયારો તેને તાજીયા ગેંગના જ સાગરીત રાધનપુરના કનુભાઇ ભીલએ સપ્લાય કર્યાનુ કબુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...