તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Walls Of The House Could Not Survive Against Hurricanes And Currencies 070538

વાવાઝોડા અને કરાની સામે ઘરની દીવાલો પણ ટકી ન શકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડધરીના ખાખડાબેલા ગામે એકાએક આવી પડેલા વાવાઝોડાને કારણે ગામે કદી ન જોયું હોય તેવું માવઠું જાેયું હતું. છાપરાં ઉડવાની વાત તો દૂર દીવાલોમાં બાકોરા પડી ગયા હતા અને એક મહિલાનો ભોગ લેવાયો હતો.

ખાખડાબેલામાં વાવાઝોડા મામલે ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષમાં આવું વાવાઝોડું કદી નિહાળ્યું નથી. ગામના વૃધ્ધો પણ આવી ઘટના પહેલીવાર બન્યાનું જણાવ્યું હતું. ગામના સરપંચ સવિતાબેનના પતિ રાજેશભાઈ સિંધવે જણાવ્યું હતું કે, વાવાઝોડાએ ગામમાં ભારે તારાજી સર્જી છે. ગામના રહેવાસી મંગુબેનનું વાવાઝોડા દરમિયાન બાવળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે તો વળી ઘણા મકાનોના છાપરાં ઊડી ગયા છે. ગામમાં રહેતા હિરાભાઈ ખેંગારભાઈને બે ઓરડી હતી બંને ઓરડીના છાપરાં તૂટીને જાણે છાપરાં નાખ્યા જ ન હોય તેવા થઇ ગયા હતા. ગામની ઘણી દીવાલોમાં બાકોરા પડી જાય તેવો પથ્થરના કદના મસમોટાં કરાનો ભીષણ માર પડી રહ્યો હતો. પશુઓ માટેની ગમાણો તૂટી જતા અબોલ જીવોને આકાશી પથ્થરમારાનો સામાનો કરવો પડ્યો હતો. કમોસમી આવેલા વાવાઝોડાએ ગામમાં ભારે તારાજી સર્જી હતી. ખાખરાબેલા ગામના ઘણાખરા મકાનોમાં તિરાડો પડી હતી. આંધીના કારણે અમુક ઓરડીના તો છાપરા ઉડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...