• Gujarati News
  • National
  • Rajkot News The Vice Chancellor Of The Chancellor Forgot To Approve The Bcom In The Statute 073519

કુલપતિની બાલિશ વાત, બી.કોમ.ની મંજૂરી સ્ટેચ્યૂટમાં આપવાનું ભૂલાઈ ગયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટમાં બી.કોમ. એક્સટર્નલના અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી નથી અને તે બાબતની મને જાણ થઇ છે. હવે આ પ્રકરણમાં શું કરવું, એક્સટર્નલ અભ્યાસક્રમો ચલાવવા કે નહીં તે બાબતે દિલ્હી રૂબરૂ જઇ યુજીસીનું માર્ગદર્શન મેળવીશ તેમ કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું. એક્સ્ટર્નલની તમામ ડિગ્રી અમાન્ય ઠરે તેવી સંભાવના છે ત્યારે બી.કોમ.માં તો યુનિવર્સિટી અથવા તો શિક્ષણ વિભાગે એક્ટમાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

2001માં અન્ય એક્સટર્નલ અભ્યાસક્રમો મંજૂર કરાયા ત્યારે બી.કોમ. ભૂલાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2001માં એક્સટર્નલ અભ્યાસક્રમોના સ્ટેચ્યુટને મંજૂરી અપાઈ હતી. જેમાં બી.એ., એમ.એ. અને એમ.કોમ.નો સમાવેશ થાય છે. આ સમયે સરતચૂકથી બી.કોમ.નો અભ્યાસક્રમ ભૂલાઇ ગયાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વાસ્તવમાં ક્યાં કારણોસરથી આ અભ્યાસક્રમને મંજૂર કરવાની પ્રોસિજર ન કરાઇ અને 19 વર્ષમાં તે કોઇપણ સિન્ડિકેટ સભ્ય, સેનેટ સભ્ય, વાઇસ ચાન્સેલર, પીવીસી કે અન્ય અધિકારીઓને ધ્યાનમાં આવ્યું જ નહીં કે પછી ધ્યાનમાં લેવાયું નહીં? આ માટે જવાબદાર સામે પગલાં લેવા જોઇએ.

નવી કાર્યવાહી કરી પાછલી તારીખમાં મંજૂરી આપવી જોઇએ
પૂર્વ અધિકારીઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, નવેસરથી બી.કોમ. એક્સટર્નલ અભ્યાસક્રમને એકેડેમિક કાઉન્સિલ, સ્ટેન્ડિંગ, સેનેટ અને રાજ્ય સરકારમાં મંજૂર કરાવી પાછલી અસરથી તેને મંજૂરી આપી દેવી જોઇએ. આવું અગાઉ પણ મુંબઇમાં ચાલતા એફએસટીના અભ્યાસક્રમમાં કરાયું હતું.

ઘોર બેદરકારી માટે આ લોકો છે જવાબદાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ, સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, પરીક્ષા વિભાગના જવાબદાર અધિકારીઓ, રજિસ્ટ્રારો તથા એક્સટર્નલ ‌વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ આ માટે જવાબદાર છે.

એક લાખથી વધુ વિદ્યાર્થીની ડિગ્રી અમાન્ય રહે તેવી વકી
બી.કોમ. એક્સટર્નલના અભ્યાસને સ્ટેચ્યુટની મંજૂરી ન હોવાથી તેમાં કોમર્સ એક્સટર્નલ કરનારા અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય ઠરશે. ‘ડેબ’ની પણ મંજૂરી નથી. લટકામાં બી.કોમ.માં સ્ટેચ્યુટમાં પણ મંજૂરી નથી ત્યારે મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...