તપતા ઉનાળે પણ સ્વાઈન ફ્લુ બરકરાર, 1 કેસ નોંધાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો એક સપ્તાહથી 40ને પાર છે. સામાન્ય રીતે આ સ્થિતિ સ્વાઈન ફ્લુના વાઇરસ માટે અસહનીય હોય છે. આટલી ગરમીમાં વાઈરસ ટકી શકતા નથી. આમ છતાં જેતપુરના પાંચપીપળા ગામે રહેતા 45 વર્ષના યુવાનને સ્વાઈન ફ્લુનો ચેપ લાગી ગયો છે. યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઇ અવાયો હતો જ્યાં તેના સેમ્પલ લેવાતા ફ્લુ પોઝિટીવ આવ્યો છે.

મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટીના 82 કેસ નોંધાયા છે. ગરમીની ઋતુમાં આવા કેસની સંખ્યામાં વધારો થતો હોય છે જો કે મનપાના આરોગ્ય કેન્દ્રમાં જ આવતા કેસોની સંખ્યા છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા તેના કરતા ઘણી વધારે હોય છે.

અન્ય સમાચારો પણ છે...