તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Surveyor Of The Ct Surveyor Office In Morbi Has Given The Acb Rs 5 Thousand 033648

મોરબીમાં સીટી સર્વેની કચેરીના સર્વેયરને એસીબીએ રૂ ૫ હજારની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં સીટી સર્વેની કચેરીના સર્વેયરને એસીબીએ રૂ ૫ હજારની લાંચ લેતા ઝડપી બાદ એસીબીની ટીમે તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધયું હતું. તે દરમિયાન તેની પાસેથી રૂ ૮.૪૫ લાખની મિલકત તેની આવક કરતા વધુ હોવાની ખુલતા આજે એસીબી લાંચિયા સર્વેયર સામે અપ્રમાણસર મિલકત રાખવા બદલ ફરિયાદ નોધી હતી.

બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીની સીટી સર્વે કચેરીમાં એક સ્થળે પર લાંબા સમયથી સર્વેની કામ કરતા સર્વેયર જયેન્દ્ર જયંતીલાલ લોદરીયાને એસીબીએ વેચાણ મકાનની એન્ટ્રી પાડવા એક અરજદાર પાસેથી રૂ ૫૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં એસીબીએ ઊંડી તપાસ કરતા આરોપીએ તેના પત્ની,૩ પુત્રી,ઓફીસના એક કર્મચારી સહિતના લોકોના ખાતામાં લાખો રૂપિયા જમા કરાવ્યા હોવાનું ખુલ્યું હતું આં પ્રકરણમાં આરોપી પાસેથી કુલ ૮.૪૫ લાખની મિલકત અપ્રમાણસરની હોવાનું ખુલતા આજે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ.પી દોશીએ તેની સામે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...