તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Surname Of The Young Man With One Kg Of Gold From Jamnagar Airpart 032157

જામનગર એરપાેર્ટ પરથી એક કિલો ઉપરાંતના સોના સાથે યુવાનની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇથી જામનગર એર ઇન્ડિયાની ફલાઇટમાં શુક્રવારના એક શખ્સ એક કીલો ઉપરાંતનું સાેનું લઇને જામનગર અેરપોર્ટ પર ઉતરતા ઇન્કમ ટેક્સ અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો. બાતમીના આધારે વોચમાં રહેલા ઇન્કમ ટેકસના અધિકારીઓએ તેને પકડી પોતાની સાથે અજ્ઞાત સ્થળે લઇ જઇ પુછપરછ શરૂ કરી છે. મુંબઇથી જામનગર આવતી એર ઇન્ડિયાની બપોરના 1 વાગ્યાની ફલાઇટમાં અેક પેસેન્જર ગેરકાયદે સોનું લઇ આવતો હોવાની બાતમી ઇન્કમ ટેકસ વિભાગને મળી હતી. જેના આધારે અધિકારીઓ શુક્રવારના એરપાેર્ટ પર વોચમાં ગોઠવાઇ ગયા હતાં. દરમિયાન ફલાઇટ આવતાની સાથે જ રાજકોટનો 1 શખ્સ ઉતરતા તેને આંતરી પુછપરછ કરાઇ હતી. પુછતાછ બાદ તેની તલાશી લેતા તેની પાસેથી એક કીલો બે ગ્રામ જેવા સોનાના સિકકા મળી આવ્યા હતાં. જેથી ઇન્કમટેકસના અધિકારીઓ આ યુવાનને તેની સાથે લઇને રવાના થઇ ગયા હતાં. સોનાના સિકકા દાણધોરીના હતા કે કેમ તે અંગે ઇન્કમ ટેકસ વિભાગ તપાસ કરી રહયું છે. આ બનાવ અંગે એરપોર્ટના પીઆઇ જી.પી. પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે આ ઘટના ઘટી હતી અને ઇન્કમ ટેકસ વિભાગના અધિકારીઓ સોના સાથે યુવાનને લઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...