મિત્રો સાથે ચોટીલા પગપાળા જવાની માતાએ ના પાડતા તરુણનો આપઘાત

Rajkot News - the suicide of a teenager who refused to go to a stalled footpath with friends 070519

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
શહેરના રેલનગર લાલબાગ ટાઉનશિપમાં રહેતા વૈભવ મારુતિભાઇ નીડજા નામના 17 વર્ષના તરુણે શનિવારે કોઇ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જેનું રવિવારે સાંજે ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોકર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. દવા પી લીધા બાદ સારવારમાં રહેલા તરુણે પોલીસને જણાવ્યું હતું કે, શનિવારે મિત્રો ચોટીલા પગપાળા જતા હોય સાથે જવા માટે માતાને વાત કરી હતી, પરંતુ માતાએ ના પાડી હતી. જેનું માઠું લાગતા પગલું ભર્યાનું જણાવ્યું હતું.

X
Rajkot News - the suicide of a teenager who refused to go to a stalled footpath with friends 070519
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી