તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ની આબરું બગાડવા વિદ્યાર્થીને હાથા બનાવાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણનું કાર્ય સુધારવાના બદલે હવે એકબીજા પર દોષારોપણની રમત શરૂ થઇ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ ગોદડાં પાથર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતાની પાસે જગ્યા હોવાછતાં પીએચ.ડી.ની ખાલી જગ્યા ન ભરતા ગાઇડને દોષ દેવાના બદલે યુનિવર્સિટીની શાખ, પ્રતિષ્ઠાને નુકસાન કરવા કોઇ વ્યક્તિ વિદ્યાર્થીઓને હાથા બનાવી રહ્યાનું સ્પષ્ટ જણાય છે તેવો આધાર-પુરાવા વગરનો સત્તાધીશોએ આક્ષેપ મુકતા શિક્ષણજગતમાં ઉહાપોહ મચી ગયો છે.

રજિસ્ટ્રાર ડો.પરમારે કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું છે કે ગુજરાતી વિષયના કુલ 18 ગાઇડ છે અને તેમની પાસે કુલ 28 ખાલી જગ્યા હોવા છતાં માત્ર સાત ગાઇડે 10 વિદ્યાર્થીને ભરવાની સંમતિ આપી હતી. આથી ડીઆરસીમાં પસંદગી પામેલા 10 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. બાકીના ગાઇડ વિદ્યાર્થીઓને લેવા માગતા નથી. યુજીસીએ ગાઇડ માટે વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા નક્કી કરી છે પરંતુ ન્યૂનતમ સંખ્યા નક્કી કરી નથી જેથી ગાઇડને ફરજિયાતપણે વિદ્યાર્થીઓની ફાળવણી થઇ શકે નહીં. આથી યુનિવર્સિટીની બ્રાન્ડને નુકસાન થાય છે અને અસર વિદ્યાર્થીઓની કારકિર્દી પર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો