તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Six Lakhs Seized From The Rajkot Airport Were Traded By The Commodity Trader 032504

રાજકોટ એરપોર્ટ પરથી જપ્ત કરેલા 6 લાખ રૂપિયા કોમોડિટીના વેપારીના હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારે રાજકોટ એરપોર્ટ પરથી રૂ.6 લાખની રકમ સાથે મુસાફર પકડાયો હતો.આવકવેરા વિભાગને જાણ કરવામાં આવતા તેણે તપાસ શરૂ કરી હતી. 24 કલાકથી વધુ તપાસ ચાલી હતી.અાવકવેરા વિભાગે જેની પાસેથી રોકડ પકડાઈ હતી તેની પૂછપરછ કરતા આ રકમ કોમોડિટીના વેપારીના ખુલ્યું હતું. ત્યારબાદ આવકવેરા વિભાગે વેપારીની પણ પૂછપરછ શરૂ કરી હતી.તેની પાસેથી તમામ દસ્તાવેજ અને પુરાવા માગ્યા હતા.જે વેપારીએ રજૂ કરી દીધી હતી.આવકવેરા એ આ દસ્તાવેજો તપાસ્યા હતા તે યોગ્ય માલૂમ પડયા હતા.એવું પણ જાણવા મળ્યુ છે કે આ રકમ વેપારીના વ્યવસાયની છે.તમામ દસ્તાવેજી પુરાવ રજૂ કરી દેતા આવકવેરા વિભાગે આ રકમ વેપારીને પરત કરી દીધી છે. નોંધનીય છે કે આવકવેરા વિભાગ તમામ પ્રકારના કાળા નાણા પકડાવા માટે સધન ચેકિંગ થી લઈને સોફટવેરનો ઉપયોગ કરે છે. ખરાઈના અંતે ઈન્કમટેક્સના અધિકારીઓએ જરૂરી કાર્યવાહી કરી રકમ પરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...