તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Province Issued Notice To 126 Factories Of Pollution Okata Jetpur 072556

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદૂષણ ઓકતા જેતપુરના 126 કારખાનાને પ્રાંતે નોટિસ ફટકારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જેતપુરમાં ઘણા કારખાનાઓને કારણે નદી તેમજ ડેમ પ્રદૂષિત થયા છે આવા 126 કારખાના કે જેને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ક્લોઝર નોટિસ આપી હતી તેની પાસેથી દંડ વસૂલ કરવા માટે પ્રા‌ંત અધિકારીએ કાર્યવાહી શરૂ કરી છે.

જીપીસીબીના અધિકારી તુષાર બારમેડાના જણાવ્યા અનુસાર પ્રદૂષણ ફેલાવવા બદલ 126 કારખાનાઓને ક્લોઝર નોટિસ અપાઈ હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ડિસેમ્બરમાં આપેલા ચુકાદામાં આ કારખાનાઓએ પર્યાવરણને જે નુકસાન પહોંચાડ્યું છે તે માટે દંડ કરવાનો હુકમ કર્યો છે. જે સંદર્ભે પ્રાંત અધિકારીએ શો–કોઝ નોટિસ આપી છે અને એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન હેઠળ દંડ શા માટે વસૂલ ન કરવો તેનો ખુલાસો માગ્યો છે. ગોંડલ પ્રાંત અધિકારીએ આ નોટિસનું હિયરિંગ જેતપુર મામલતદાર કચેરીએ રાખ્યું હતું જેમાં વધુ ખુલાસાઓ માટે 24 તારીખ અપાયાનું જાણવા મળ્યું છે.

126 કારખાનામાં ધોલાઈ ઘાટ, પ્રિન્ટિંગ પ્રેસ, પ્રોસેસિંગ યુનિટ સહિતના ટેક્સટાઈલ બિઝનેસનો સમાવેશ થાય છે. આ પૈકી અમુક યુનિટોએ એનજીટીમાં અપીલ કરીને ફરીથી પ્રદૂષણ ન કરવા તેમજ હવેથી નિયમ મુજબ કેમિકલનો નિકાલ કરશે તે રજૂઆતો કરતા લાઇસન્સ રિવોક કર્યા છે.

એપ્રિલ સુધીમાં કાર્યવાહી પૂરી કરાશે

કારખાનાઓએ પ્રદૂષણ ફેલાવતા પર્યાવરણને જે નુકસાન થયું છે તેમાં દંડ કરવા માટે જીપીસીબીમાંથી પત્ર મળ્યો હતો અને એનજીટીના ધોરણો અનુસાર દંડ કરવાનો છે આ માટે નોટિસ અપાઈ હતી અને હવે 24મીએ સુનાવણી રખાઈ છે. ફોર્મ્યુલા મુજબ દૈનિક 2 થી 10 હજારનો દંડ થઈ શકે છે. 15 એપ્રિલ સુધીમાં કામગીરી પૂરી થશે તેવી શક્યતા છે.> રાજેશ આલ, પ્રાંત અધિકારી ગોંડલ

1500 કારખાનાઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે

તંત્રે તો હજુ 126 પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે પણ જેતપુરમાં જ આવા 1500 કારખાનાઓ ધમધમી રહ્યા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આ કારખાનઓ કેમિકલ નદી-નાળામાં‌ છોડીને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ધોલાઈ ઘાટ તોડીને શરૂઆત કરાઈ છે પણ તેનાથી પ્રદૂષણ બંધ નથી થયું .આ માટે જીપીસીબીએ આકરા પગલાં લેવા પડશે.

એનજીટીએ આ તમામ કારખાનાઓ બંધ કરવા આદેશ કર્યો હતો


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો