તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેક્ટિકલની પરીક્ષા લેવા ગયેલા પ્રોફેસરે 3000 માગ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની વરમોરા સાયન્સ કોલેજમાં ગત ઓક્ટોબર માસમાં બી.એસસી. સેમેસ્ટર-5ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવા ગયેલા એમ.પી.શાહ ગવર્નમેન્ટ કોલેજના પ્રોફેસરે રૂ.3000 માગ્યાનો કિસ્સો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમક્ષ આવતા શિક્ષણ જગતમાં હલચલ મચી ગઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, ગત ઓક્ટોબર માસમાં સુરેન્દ્રનગરની વરમોરા સાયન્સ કોલેજમાં બી.એસસી. સેમેસ્ટર-5ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એમ.પી.શાહ કોલેજના પ્રોફેસર કે.કે.પરિખને મોકલવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રેક્ટિકલ લેવા આવનારા પ્રોફેસરને વિદ્યાર્થી દીઠ રૂ.21 લેવામાં આવે છે. જે મુજબ 21 વિદ્યાર્થીના પ્રેક્ટિકલ પરીક્ષા હોય કોલેજના સંચાલકોએ તે મુજબ નાણાં ચૂકવ્યા હતા, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા લેવા આવેલા સરકારી કોલેજના પ્રોફેસર પરિખે રૂ.3000ની માગણી કરી હતી અને ખાલી રૂ.441 માટે થોડો આવું તેમ કહ્યું હતું.

જે બાબતની ફરિયાદ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પ્રોફેસર કે.કે.પરિખનો ખુલાસો પૂછ્યો હતો ત્યારે કે.કે.પરિખે પોતે નાણાં ન માગ્યાનો જવાબ રજૂ કર્યો હતો, જ્યારે કોલેજના સંચાલકોએ તેમની પાસે પરિખે નાણાં માગ્યાના સીસીટીવીમાં રેકોર્ડિંગ હોવાનું જણાવ્યું હતું.

આથી મંગળવારે બન્ને પક્ષોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં કે.કે.પરિખનો જવાબ લેવામાં આવ્યો હતો, જ્યારે કોલેજ તરફથી પ્રિન્સિપાલના બદલે અન્ય કોઇ વ્યક્તિ હાજર રહી હતી જેની પાસે ઓથોરિટી લેટર પણ ન હોય પ્રિન્સિપાલને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. તેમજ બે દિવસમાં સી.ડી. રજૂ કરવા આદેશ કરાયો છે. જો આ કેસમાં કે.કે.પરિખે દોષિત ઠરશે તો તેમને 3 વર્ષ માટે પરીક્ષાની કામગીરીમાંથી ડિબાર્ડ કરાશે તેમ અંતમાં દેશાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...